- હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ બાદ બાળક સાથે સેલ્ફી પડાવી
- 9 વર્ષના બાળક સાથે મોદી-ટ્રમ્પે સેલ્ફી લીધી
- બાળકનું નામ સાત્વિક હેગડે, કર્ણાટકનો મૂળ વતની
નવી દિલ્હી : અમેરિકાના હ્યૂસ્ટનમાં રવિવારે 22 સપ્ટેમ્બરે હાઉડી મોદી કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં હજારો ભારતીય અમેરિકન સામેલ થયા હતા. આ કાર્યક્રમમાં કેટલાક લોકો એવા પણ હતા કે જે રાતોરાત સ્ટાર બની ગયા. આમા એક બાળક સાત્વિક હેગડે પણ છે. આ નવ વર્ષના બાળકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સેલ્ફી લીધી હતી અને તેના કારણે તે ચર્ચામાં આવી ગયો હતો.
હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમાં આયોજીત કરવામાં આવેલા હાઉડી મોદી કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આમા સામેલ થયા હતા અને લોકોને સંબોધિત પણ કર્યા હતા. આ પ્રસંગે બંને મોટા નેતાઓના સંબોધનથી પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આયોજીત કરવામાં આવ્યા હતા. બાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અમેરિકાના સાંસદોએ સ્વાગત કર્યું હતું. આ ઔપચારીક સ્વાગતના કેટલાક સમય બાદ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એનઆરજી સ્ટેડિયમ પહોંચ્યા હતા.
જ્યારે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ નરેન્દ્ર મોદી સાથે મુખ્ય મંચ તરફ જઈ રહ્યા હતા, તો ત્યાં પરંપરાગત પોષાક પહેરેલા કેટલાક બાળકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમાથી સફેદ રંગનો પોષાક પહેરેલા એક બાળકે મોદી અને ટ્રમ્પ બંને સાથે સેલ્ફી લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
હકીકતમાં આ બાળક કતારમાં
સૌથી બાજૂમાં હાથ જોડીને ઉભો હતો. ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા પ્રેસિડેન્ટ
ટ્રમ્પ રોકાયા અને તેમણે કંઈક વાત કરીહતી. બાદમાં બાળકે હાથમાં મોબાઈલ લઈને બંને
નેતાઓની સાથે સેલ્ફી ખેંચી હતી. જો કે પીએમ મોદી ત્યાંથી આગળ વધી ગયા હતા, પરંતુ
બાળકના આગ્રહ પર તેઓ પણ પાછા આવ્યા હતા. બાદમાં સાત્વિક હેગડેએ પીએમ મોદી અને
રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સેલ્ફી લીધી હતી. સેલ્ફી બાદ ટ્રમ્પે તેની સાથે
હાથ મિલાવ્યો અને પીએમ મોદીએ તેની પીઠ થપથપાવી હતી.
વિજય કર્ણાટકા વેબસાઈટ મુજબ, આ બાળકનું નામ સાત્વિક હેગડે છે અને તે ઉત્તર કન્નડ
જિલ્લાનો વતની છે. સાત્વિકની માતાનું નામ મેઘા હેગડે છે અને તેના પિતાનું નામ
પ્રભાકર હેગડે છે. સાત્વિકને યોગ કરવા ઘણાં પસંદ છે.