Site icon hindi.revoi.in

હ્યૂસ્ટન: આ ભવ્ય સ્ટેડિયમમાં થશે હાઉડી મોદી કાર્યક્રમ, સામે આવી તૈયારીઓની તસવીર

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોડી સાંજે એક સપ્તાહના અમેરિકા પ્રવાસ માટે રાજધાની નવી દિલ્હીથી રવાના થશે. રવિવારે રાત્રે પીએમ મોદીને ટેક્સાસના હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કરવાનો છે. કાર્યક્રમની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને હાલ આ સ્ટેડિયમની તસવીરો પણ સામે આવી છે, કે જ્યાં આ કાર્યક્રમ થવાનો છે.

હ્યૂસ્ટનના એનઆરજી સ્ટેડિયમમાં ટેક્સાસ ઈન્ડિયા ફોરમ તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય સમુદાયના 50 હજારથી વધારે લોકોને સંબોધિત કરવાના છે. આ કાર્યક્રમમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ સામેલ થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મંચ પણ શેયર કરશે.

જે સ્ટેડિયમમાં આ કાર્યક્રમ થવાનો છે, ત્યાં હજારો લોકોના બેસવાની વ્યવસ્થા છે. અહીં કાર્યક્રમની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે, એક મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જ્યાંથી વડાપ્રધાન મોદી સંબોધન કરશે. નરેન્દ્ર મોદીના ભાષણ પહેલા અહીં સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ નહીં, પરંતુ અમેરિકાના ઘણાં સાંસદો પણ કાર્યક્રમમાં સામેલ થશે.

મહત્વપૂર્ણ છે કે પીએમ મોદી શુક્રવારે સાંજે અમેરિકા રવાના થશે. રવિવારે સવારે દશ વાગ્યે (અમેરિકાના સમય મુજબ) વડાપ્રધાન આ કાર્યક્રમમાં સામેલ થશે. જેને હાઉડી મોદી નામ આપવામાં આવ્યું છે. લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ જીત પ્રાપ્ત કરાયા બાદ નરેન્દ્ર મોદીનો આ પહેલા અમેરિકા પ્રવાસ છે. 27 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરશે.

જો હ્યુસ્ટનના તાજેતરના હવામાનની વાત કરીએ, તો ત્યાં સતત વરસાદ થવાને કારણે પૂર જેવી સ્થિતિ છે. ટેક્સાસ રાજ્યના ઘણાં શહેરોમાં ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી છે. હ્યૂસ્ટનનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે. બસ-મેટ્રો સર્વિસ પર પણ અસર છે.

હવામાનની અસર હાઉડી મોદીના વોલંટિયર્સ પર પડી નથી. તે સતત એનઆરજી સ્ટેડિયમમાં કાર્યક્રમની તૈયારીઓમાં લાગેલા છે. રવિવારે યોજનારા પ્રોગ્રામ પહેલા 1500 વોલિંટિયર્સ કામમાં લાગેલા છે.

Exit mobile version