Site icon hindi.revoi.in

પીએમ મોદી કેવી રીતે આટલા ઉર્જાવાન રહે છે, જાણો તેમના પરફેક્ટ ડાયટ પ્લાન વિશે…

Social Share

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 70મો જન્મદિવસ છે. પીએમ મોદીએ દેશ પ્રત્યેની તેમની સેવા ભાવનાથી લોકોને ઈમ્પ્રેસ કર્યા, પરંતુ ફિટનેસને લઈને પણ. તમને જાણીને આશ્ચર્ય થશે કે પીએમ મોદી તેમના વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન ક્યારેય બીમાર પડ્યા નથી. આની પાછળનું રહસ્ય પીએમ મોદીની રૂટિન છે.

પીએમ મોદી દિવસના 18 કલાક કામ કરે છે. તેમ છતાં તે ફિટ અને ઉર્જાથી ભરપૂર રહ્યા છે. તેઓ એક દિવસની પણ રજા લેતા નથી. વધતી ઉમર માં પણ પીએમ મોદીની ફીટનેસને જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. પીએમ મોદી શાકાહારી છે. પીએમ મોદીના જન્મદિવસ પર અમે તમને જણાવીશું કે તેઓ બ્રેકફાસ્ટથી લઈને ડીનર સુધી શું ખાય છે અને શું પીવે છે. જેના કારણે તેઓ દિવસભર ઉર્જાવાન રહે છે

સવારનો નાસ્તો

પીએમ મોદી તેમની રૂટિન અંગે ખૂબ શ્યોર છે. તેઓ રાત્રે ગમે એટલા વાગ્યા સુધી કામ કરે તેમ છતાં દરરોજ સવારે 5 વાગ્યે ઉઠે છે. પીએમ મોદી રોજ સવારે 5 વાગ્યે ઉઠ્યા પછી યોગ કરે છે. ત્યારબાદ નાસ્તામાં સાદું ગુજરાતી ભોજન લે છે. નાસ્તામાં પીએમ મોદીને પોવા ખાવાનું પસંદ છે. આ સિવાય ખીચડી, કઢી, ઉપમા, ખાખરા પણ નાસ્તામાં લે છે. પીએમ મોદીને આદુવાળી ચા ખુબ જ પસંદ છે. આ નાસ્તાને કારણે પીએમ મોદી બપોર સુધી ઉર્જાવાન રહે છે.

બપોરનું ભોજન

પીએમ મોદી બપોરે વગર મસાલેદાર અને સંતુલિત ખોરાક લેવાનું પસંદ કરે છે. પીએમ મોદીના બપોરના ભોજનમાં ભાત, દાળ, શાક અને દહી ચોક્કસપણે હાજર છે. આ સિવાય તેઓ ઘઉંની રોટલીની તુલનામાં ગુજરાતી ભાખરી ખાવાનું વધારે પસંદ કરે છે. તો બીજી તરફ, સંસદના સદન દરમિયાન પીએમ મોદી બપોરે સંસદની કેન્ટિનમાંથી માત્ર ફ્રૂટ સલાડ ખાતા હોય છે.

રાતનું ભોજન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે હળવો ખોરાક લે છે. રાતના ભોજનમાં પીએમ મોદી ગુજરાતી ખીચડી ઉપરાંત ભાખરી, દાળ અને મસાલા વગરનું શાક હોય છે.

ઉપવાસ દરમિયાન

પીએમ મોદી નવરાત્રિના સંપૂર્ણ નવ દિવસનું વ્રત કરે છે. આ સમય દરમિયાન પીએમ મોદી માત્ર લીંબુ પાણીનું જ સેવન કરે છે.

_Devanshi

Exit mobile version