પંજાબના જલધંરથી રવિવારના રોજ ઘરપકડ કરાયેલા પૂર્વ ભારતીય વાયુસેના સ્ટાફના પુત્ર હરપાલ સિંહ પાલાએ પૂછપરછ દરમિયાન કેટલીક ચોંકાવનારી માહિતી આપી છે,તેણે તેની વાતમાં જણાવ્યું હતુ કે કઈ રીતે પૂર્વ પાકિસ્તાન ગુરુદ્રારા પ્રબંધક કમેટીના મહા સચિવ ગોપાલ સિંહ ચાવલાએ તેને કટ્ટરપંથી બનાવ્યો અને ત્યાર બાદ આઈએસઆઈ એજન્ટનના સ્વરુપમાં ભરતી કરાવ્યો, જો કે હાલ આ આરોપીને 3 દિવસ માટે પાલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે.
પાલીસ અધિકારીઓ જણાવ્યું કે, આરોપી હરપાલ સિંહ પાલા પૂર્વ એરમેન બહાદુર સિંહનો પુત્ર છે, જે જલંધરમાં રહે છે,પોતાના પિતાના મૃત્યુ પછી હરપાલ સિંહની માતાને એરફોર્સમાં એક રસોઈયાના રુપમાં નોકરી પર રાખવામાં આવ્યા હતા, જો કે તેઓ મૃત્યુ પામ્યા છે,હરપાલનું પરિવાર એરફોર્સ સ્ટેશનની અંદર રહેતું હતુ, આરોપી જાસૂસ પાસેના ભતીજા ગામમાં ડેરી ચલાવતો હતો.
હરપાલ સિંહે વધુમાં જણાવ્યું હતુ કે તે ગોપાલ સિંહ ચાવલાથી પ્રભાવિત હતા,ફેસબુકના માધ્યયમથી તેઓ વચ્ચે મિત્રતા બંધાઈ હતી,બન્નેએ ફેસબુક મેસેન્જરથી વાત કરવાનું શરુ કર્યું હતું,ત્યાર બાદ ગોપાલ ચાવલાએ પોતાના ફોન નંબર પણ શૅર કર્યો,ત્યાર પછી બન્ને મિત્રો વચ્ચે વાતચીત થતી રહેતી હતી,હરપાલ સિંહએ જ્યારે ગોપાલ ચાવલાને જણાવ્યું કે મારા પિતા એરફોર્સમાં હતા ત્યારે ગોપાલ ચાવલાએ તેને ગુપ્ત માહિતી શૅર કરવા કહ્યું અને તેના બદલામાં તેને પૈસા આપવાની વાત કરી.
મહત્વની વાત એ છે કે એક દિવસ જ્યારે ઈંટરનેટ બરાબર નહોતું ચાલી રહ્યું ત્યારે હરપાલ સિંહ પાલાએ ગોપાલ ચાવલાને પોતાના મોબાીલ પરથી ફોન કરવાની ભૂલ કરી, ત્યારે ગુપ્ત એજન્સીઓ પહેલેથી જ પાકિસ્તાનના લોકોને ફોન કરનારાઓ પર નજર માંડીને બેસી હતી,ત્યારે આજ સમયે હરપાલ સિંહ પાલનો ફોન પણ ટ્રેસ કરવામાં આવ્યો ને તેની દરેક ચાલ ચલગત ગુપ્ત એજન્સીઓના નજરે ચઢી ગઈ.