Site icon hindi.revoi.in

આ તે સમસ્યાનો કેવો ઉકેલ? -પાણીની અછતના લીધે 150 વિદ્યાર્થીનીઓના વાળ કાપી નાખ્યા!

Social Share

દરેક સમસ્યાઓનો કોઈ ને કોઈ તો ઉપાય જરુર હોય જ છે, પરંતુ અહિ એક સમસ્યાનો જે નિકાલ લાવવામાં આવ્યો છે તે સાંભળીને તમને પણ આશ્ચર્ય થશે જ,તેલંગણાના મેઢક ગામમાં એક આશ્ચર્ય જનક ઘટના બનાવા પામી છે, આ ઘટના છે તેલંગણાના મેઠક ગામની એક સ્કૂલની,જેમાં આ શાળાઓની  150 જેટલી વિદ્યાર્થીનીઓને વાળ કાપી નાખવા માટે મજબુર કરવામાં આવી છે, આ વિદ્યાર્થીનીઓની ગુરુકુલ સ્કૂલની પ્રિંસિપલ અરુણાએ બળજબરીથી 150 વિદ્યાર્થીનીઓના વાળ કપાવી નાખ્યા છે.

જ્યારે આ મેડમ અરુણાને આમ કરવા પાછળનું કારણ પૂછવામાં આવતા તેમણે જે જવાબ આપ્યો જે સાંભળીને સૌ કોઈ આશ્ચર્યચિકત થઈ ગયા હતા, તેમણે કહ્યું કે “ છાત્રાઓ માટે ન્હાવાનું પાણી નહોતું, ” માત્ર ન્હાવા માટે પાણી ન હોવાના કારણે આ સ્કૂલની પ્રિંસિપલે આ પ્રકારનું કૃત્ય કર્યું છે જેને લઈને વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો ,આ ઘટના આમતો બે દિવસ પહેલાની છે પરંતુ મંગળવારના રોજ વાલીઓ દ્રારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાની જાણકારી બહાર પડી હતી.

અક અંગ્રેજી સમાચાર પત્રના રિપોર્ટ મુબજ આ પ્રિંસિપલે પોતે બે વાળંદને હોસ્ટેલમાં બોલાવ્યા હતા અને તમામ વિદ્યાર્થીનીઓને વાળ કપાવા માટે મજબુર કરીને વાળ કપાવી નાખ્યા હતા અને ત્યાર પછી દરેક પાસે 25 રુપિયાની માંગણી કરી હતી.

 સમગ્ર ઘટના પછી  પ્રિસિંપલના વિરાધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતુ અને છાત્રાઓના માતા-પિતા પણ આવી પહોચ્યા હતા,ત્યારે અરુણા નામની આ પ્રિંસિપલે આ વાતને નકારી હતી અને કહ્યુ હતુ કે છાત્રાઓને ચામડીની બિમારી હતી જેને કારણે મારે તેઓના વાળ કપાવવા પડ્યા.

વધુમાં અરુણા મેડમે કહ્યુ હતુ કે “આ વાળ વિદ્યાર્થીનીઓની મરજીથી કાપવામાં આવ્યા છે અને હાસ્ટેલમાં પાણીની એછતના કારણે આમ કરવું પડ્યુ છે”, ત્યારે જીલ્લા પ્રસાશન અને સમાજ કલ્યાણ વિભાગે આ ઘટનાની તપાસ શરુ કરી છે.

Exit mobile version