- હોંગકોંગની એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ
- બે અઠવાડિયા સુધી લગાવ્યો પ્રતિબંધ
- દિલ્હી-હોંગકોંગની ફ્લાઇટમાં 11 કોરોનાના કેસો સામે આવ્યા હતા
નવી દિલ્લી: ભારતની સરકારની ઉડ્ડયન કંપની એર ઇન્ડિયાને બે અઠવાડિયા માટે હોંગકોંગમાં ઉડાન પર પ્રતિબંધ મૂક્યો છે. આ સંદર્ભે એર ઈન્ડિયાના એક અધિકારીએ કહ્યું કે, એર ઈન્ડિયાને સોમવારે પોતાની દિલ્હીથી હોંગકોંગ ફ્લાઈટ રદ કરવી પડી હતી. હોંગકોંગ સરકારે હોંગકોંગથી દિલ્હી માટેની રિટર્ન ફ્લાઈટ ઉપર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.
રિપોર્ટ્સ મુજબ હોંગકોંગથી દિલ્હી પરત આવતી ફ્લાઇટ દિલ્હી આવી નથી. એર ઈન્ડિયાની દિલ્હી-હોંગકોંગની ફ્લાઇટમાં 14 ઓગસ્ટે 11 કોરોનાના કેસો સામે આવ્યા હતા, જેના પગલે ચીની સરકારે હોંગકોંગની એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ચીની સરકારના આ પગલાંને કારણે ભારતમાં ફસાયેલાં હોંગકોંગના હજારો યાત્રીકો પ્રભાવિત થયા છે. યાત્રીકોએ સોશિયલ મીડિયા પર ટ્રાવેલ પ્લાન રિશિડ્યુલ કરવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, 13 ઓગસ્ટે જ એર ઈન્ડિયાએ હોંગકોંગ માટે વધારે ફ્લાઈટ શરૂ કરવાની પોતાની યોજનાની ઘોષણા કરી હતી.
_Devanshi