1. Home
  2. revoinews
  3. ગૃહમંત્રાલયનો આદેશ- રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટના ભંડોળને લઈને ઈડી કરશે તપાસ-આ માટે ખાસ સમિતિનું ગઠન
ગૃહમંત્રાલયનો આદેશ- રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટના ભંડોળને લઈને ઈડી કરશે તપાસ-આ માટે ખાસ સમિતિનું ગઠન

ગૃહમંત્રાલયનો આદેશ- રાજીવ ગાંધી ફાઉન્ડેશન સહિત 3 ટ્રસ્ટના ભંડોળને લઈને ઈડી કરશે તપાસ-આ માટે ખાસ સમિતિનું ગઠન

0
  • રાજીવ ગાંઘી ફાઉન્ડેશન ફંડિગની તપાસના આદેશ
  • ટ્રસ્ટનું ભંડોળ ચીનથી આવે છે તેવો આરોપ
  • ગૃહમંત્રાલયે બનાવી કમિટિ
  • રાજીવ ગાંઘી ફાઉન્ડેશન,રાજીવ ગાંઘી ચેરેિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંઘી મેમોરીયલ ટ્રસ્ટની તપાસ કરશે

રાજીવગાંઘી ફાઉન્ડેશનમાં ભંડોળને લઈને વારંવાર સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે ત્યારે હવે આ બાતને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહમંત્રાલયએ એક મોટો નિર્ણય લીધો છે,ગૃહમંત્રાલય તરફથી એક ખાસ સમિતિની રચના કરવામાં આવી છે જે આ ફઆઉન્ડેશનનું ભંડોળ અને તેમના થકી કરવામાં આવેલા ગોટાળો વિશેની તપાસ કરશે,આ સમિતિની આગેવાની સિમાંચલ દાસ,સ્પેશિયલ ડાયરેક્ટર થકી કરવામાં આવશે

આ સમગ્ર બાબત અંગે કેન્દ્રિય મંત્રાલય તરફથી બુધવારના રોજ ટ્વિટરના માધ્યમથી માહિતી આપવામાં આવી છે,ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્રીય મંત્રાલય દ્રારા અક અંતર સમિતિની રચના કરવામાં આવી છે,જે રાજીવ ગાંઘી ફાઉન્ડેશન,રાજીવ ગાંઘી ચેરેિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંઘી મેમોરીયલ ટ્રસ્ટની તપાસ કરશે,

આ તપાસમાં PMLA એક્ટ,ઈન્કમ ટ્ક્સ એક્ટ, FCRA એક્ટના નિયમોનું ઉલ્લંધનની તપાસ કરવામાં આવશે,તે સાથે જ આ સમિતિની આગેવાની ઈડીના સ્પેશિયલ ડાયરેક્ટર કરશે.

ઉલ્લેખનીય છે કે,ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાઘ્યુ હતું ,જો કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર ઉલટો વાર કર્યો છે,આ સાથે જ બીજેપીના અધ્યક્ષ જે.પી.નડ્ડા તપથી આરોપ લગાવવામાં આવ્યા છે કે,,રાજીવગાંઘી ફાઉન્ડેશનને ચીન તરફથી ભંડોળ પુરુવપાડવામાં આવે છે.

આ સાથે જ દેશ માટે જે પ્રધાનમંત્રી રાહત કોષ બનાવવામાં આવ્યું હતું તોમાંથી પણ યૂપી સરકાર દ્રારા રાજીવ ગાંઘી ફાઉન્ડેશનને ભંડોળ આપવામાં આવ્યા હતા,બીજેપીએ આરોપ લગાવ્યો હતો કે વર્ષ 2005થી વર્ષ 2008 સુધી પ્રાઈમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ તરફથી રાજીવ ગાંઘી ફાઉન્ડેશનને આ રકમ આપવામાં આવી હતી.

ત્યારે હવે તમામ સવાલો વચ્ચે ગૃહમંત્રાલયે તપાસના આદેશ દારી કરી દીધા છે,જે મુજબ ઈડીની આગેવાનીમાં આ તમામ ટ્રસ્ટના ભઁડોળની લેવડ-દેવડ અંગેની તપાસ હાથ ધરાશે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published.