- રાજકીય રેલીઓને મળી મંજુરી
- ગૃમંત્રાલયે કોરોના દિશા-નિર્દેશ પર સંશોધન કર્યું
- બુધવારના રોજ ચૂંટણીપંચે કોરોના માપદંડના કર્યો સુધારો
ગૃહ મંત્રાલય દ્રારા ગુરુવારના રોજ 12 એવા રાજ્યો કે જ્યા ચૂંટણીઓ યોજાનાર છે જેના માટેની કોરોના ગાઈડલાઈનમાં સુધારો કર્યો છે. આ રાજ્યોમાં તાત્કાલિક પ્રભાવથી રાજકીય રેલીઓને રહવે મંજૂરી આપવામાં આવી ચૂકી છે.જો કે આ રેલી માટે મર્યાદીત સંખ્યામાં લોકોને હાજર રહેવાની શરતે પરવાનગી આપવામાં આવી છે,પંચ દ્વારા મર્યાદીત સંખ્યા નક્કી કરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે, વિતેલા દિવસ બુધવારના રોજ ચૂંટણી પંચે કોરોના મહામારી દરમિયાન ચાલી રહેલા અને ભાવિ ચૂંટણીઓ માટે સ્ટાર પ્રચારકોથી સંબંધિત માપદંડમાં સુધારો કર્યો હતો.
આ પ્રમાણે મહામારી દરમિયાન માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય / રાજ્ય રાજકીય પક્ષો માટે 15 સ્ટાર પ્રચારકો માટે મહત્તમ 30 સ્ટાર પ્રચારકો નક્કી કરવામાં આવ્યા છે. અને ગેર માન્યતા રાજકિય રજીસ્ટર પ્રાપ્ત માટે 15 પ્રચારકોને અનુમતી આપવામાં આવી છે, આ પહેલા, 21 ઓગસ્ટના રોજ, પંચે ‘કોરોના યુગ’માં ચૂંટણી યોજવા માટે વિસ્તૃત માર્ગદર્શિકા જારી કરી હતી.
ડોર ટૂ ડોર કેમ્પિએનમાં માત્ર 5 લોકો જ જઈ શકશે
આ સમગ્ર દિશા નિર્દેશ બિહારની ચૂંટણીઓ માટે જારી કરવામાં આવ્યા છે ,જે હેઠળ ડોર ટૂ ડોર કેમ્પેનમાં ઉમેદવાર સહીત માત્ર 5 લોકો જ જોડાઈ શકશે , આ સાથે જ ઉમેદવાર તેમની રકમ ઓનલાઈન ભરી શકશેસ રોડ શો તેમજ પબ્લિક મીટિંગ માટેની પરવાનગી ગૃહમંત્રાલય અને કોરોનૈ આધારીત દિશા નિરેદશ હેઠળ આપવામાં આવશે.
સાહીન-