Site icon Revoi.in

વાવાઝોડા ‘વાયુ’ પર એક્શનમાં ગૃહ મંત્રાલય, બોલાવામાં આવી ઉચ્ચસ્તરીય બેઠક

Social Share

નવી દિલ્હી: વાવાઝોડા વાયુને લઈને કેન્દ્રીય ગૃહ સચિવે આજે ફરીથી બેઠક બોલાવી છે. બેઠકમાં એનડીઆરએફ, ડીડીએમએ, આઈએમડીના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.

બેઠકમાં વાવાઝોડાના જોખમોનો સામનો કરવા માટેની તૈયારીની સમીક્ષા કરવામાં આવશે. તેની સાથે જ લોકોના જીવ બચાવવાની વ્યવસ્થાની પણ સમીક્ષા કરવામાં આવશે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ વાવાઝોડું દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સમુદ્રતટ તરફ આગળ વધી રહ્યું છે. ગુરુવારે સવાર સુધીમાં વાવાઝોડાંની અહીં ત્રાટકવાની આશંકા છે. તેને લઈને ભારતીય તટરક્ષક દળે આફત રાહત ટીમોની રચના કરી છે.

સંભવિત ખતરાનો સામનો કરવા માટે દમન, દહાણુ, મુંબઈ, મરુદજીરા, રત્નાગિરિ, ગોવા કારવાર, મંગલૌર, બેયપોર, વિજિંજમ અને કોચ્ચિમાં પણ ટુકડીઓની તેનાતી કરવામાં આવી છે.