Site icon hindi.revoi.in

ગુજરાતની પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે

Social Share

અમદાવાદ: ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ગુજરાત આવી રહ્યા છે અને તેઓ ખાસ કરીને કચ્છના પ્રવાસે આવી રહ્યા છે.. બુધવાર અને ગુરૂવાર એમ બે દિવસ તેઓ કચ્છની મુલાકાતે આવશે. પ્રાથમિક અહેવાલો મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી દિલ્હીથી સીધા કચ્છ પહોંચશે અને કચ્છમાં આવેલી પાકિસ્તાન સાથેની બોર્ડર વિસ્તારની મુલાકાત લેશે.

પ્રાથમિક અહેવાલો મુજબ તે પણ જાણવા મળી રહ્યું છે કે અમિત શાહ સરહદ વિસ્તારના સરપંચો સહિત બોર્ડર વિસ્તારના વિકાસ અંગેની વાતચીત કરી શકે છે તો આવતી કાલે તેઓ ઘોરડો ખાતે સીમા સુરક્ષાદળના અધિકારીઓ સાથે બેઠક કરશે. અમિત શાહ કચ્છથી પોતાના ઘરે અમદાવાદ જશે, જ્યાં તેઓ દિવાળીની પરિવાર સાથે ઉજવણી કરશે.

અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતના મહેમાન બની શકે છે. આગામી 30 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે અને તેઓ દેવદિવાળીએ કચ્છ ખાતે વિશ્વના સૌથી મોટા એનર્જી પાર્કનો શિલાન્યાસ કરશે અને માંડવી ખાતે એક નવા ડિસેલિનેશન પ્લાન્ટનું ઉદઘાટન કરશે.

30 દિવસમાં પીએમ મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી શકે છે. આ પહેલાં 30-31 ઓક્ટોબરના રોજ મોદી ગુજરાતમાં આવ્યા હતા અને અહીં સી-પ્લેન સહિત કેવડિયા ખાતે 17 પ્રોજેક્ટોનું લોકાર્પણ કર્યું હતું.

_Devanshi

Exit mobile version