Site icon Revoi.in

તમામ રાજ્યોના ATS પ્રમુખો સાથે બેઠક કરશે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ

Social Share

દશેરા બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આગામી સપ્તાહે 14 અને 15 ઓક્ટોબરે તમામ રાજ્યોની એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોર્ડના પ્રમુખો સાથે બેઠક કરશે. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હાજર રહેશે.

આ બેઠક નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી તરફથી આયોજીત કરાઈ રહી છે, તેનો ઉદેશ્ય આતંકવાદ વિરોધી અભિયાનોની સમીક્ષા કરવાનો છે. આ દરમિયાન તમામ રાજ્યોના એટીએસ ચીફ પોતાના પ્રેઝન્ટેશન પણ આપશે. એનઆઈએ દેશના તમામ રાજ્યના એટીએસ પ્રમુખો સાથે બેઠક કરાવી રહ્યા છે, જે આગામી સપ્તાહે એટલે કે 14-15 ઓક્ટોબરે થશે.

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370ને બિનઅસરકાર કરવા અને તેના વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવા સિવાય બે ભાગમાં વિભાજીત કરાયા બાદ દેશભરની ઘણી સંસ્થા અને શહેર આતંકવાદીઓના નિશાના પર છે. ગત મહીને પંજાબમાં થયેલા તરનતારન બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા લોકો સાથે એનઆઈએ સાથે પૂછપરછ બાદ ઘણાં મોટા ખુલાસા થઈ રહ્યા છે.

ગત મહીને ગુપ્તચર સૂત્રોએ એલર્ટ કર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ આતંકવાદીઓના નિશાના પર છે. જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાના નિર્ણય વિરુદ્ધ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે બદલો લેવાની ધમકી આપી છે. ગુપ્તચર સૂત્રો પ્રમાણે, જૈશ-એ-મોહમ્મદે દેશના 30 મોટા શહેરો પર પણ હુમલાની ધમકી આપી છે.

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 સમાપ્ત કરાયા બાદ પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન ચચરાટ અનુભવી રહ્યું છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ ભારતમાં હુમલા માટે સીમા પારથી આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાની સતત કોશિશ કરી રહી છે.