નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રિડને પુનર્જીવિત કરાશે
નેટગ્રિડના અધિકારીઓ સાથે અમિત શાહની બેઠક
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે નેશનલ ઈન્ટેલિજન્સ ગ્રિડ એટલે કે નેટગ્રિડના અધિકારીઓની સાથે બેઠક કરી છે. બેઠકમાં ગૃહ સચિવ, ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સિવાય ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડી પણ હાજર હતા. સૂત્રો પ્રમાણે, સાઈબર સિક્યોરિટીને વધારે મજબૂત કરવામાં પર ચર્ચા થઈ હતી.
તમામ સુરક્ષા દળોની ઈન્ટેલિજન્સ વિંગ સાથે કોઓર્ડિનેશન કરવા પર પણ જાણકારી આપી હતી. નેટગ્રિડની બેઠખના એક મહત્વનો મુદ્દો એ પણ છે કે આતંકી જે પ્રકારથી હાઈટેક થયો છે, તેના રુટીન વાયરલેસ બંધ થઈ ગયા છે. તેવામાં આતંકી નવી ફ્રીક્વન્સી અને કોડવર્ડનો ઉપયોગ કરે છે. આના પર નવી ટેક્નોલોજી દ્વારા ડિકોડ કરવા પર પણ વાતચીત થઈ છે.
સૂત્રોએ ઈન્ડિયા ટુડેને જણાવ્યુ છે કે ગૃહ પ્રધાન માત્ર નેટગ્રિડને પુનર્જીવિત કરવા જ નથી માંગતા, પરંતુ વર્ષના આખર સુધી આ કામ કરવાનું શરૂ પણ કરી દેશે. સૂત્રો પ્રમાણે, નેટગ્રિડમાં બે લોકોને તેની જવાબદારીઆપવામાં આવી છે કે તેઓ ભાળ મેળવે કે આખરે આ પ્રોજેક્ટમાં અડચણ ક્યાં આવી ગઈ. પહેલા સૌરભ ગુપ્તા કે જેમને અઢી માસ પહેલા જ નેટગ્રિડમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. બીજા આશિષ ગુપ્તા છે કે જેઓ જોઈન્ટ સેક્રેટરી છે અને જૂના સરકારી અધિકારી છે. તેમના પર 2014થી નેટગ્રિડને જીવંત કરવાની જવાબદારી છે કે જ્યારથી અશોક પટનાયક આના સીઈઓ બન્યા છે.