Site icon hindi.revoi.in

ગૃહમંત્રી અમિત શાહની તબિયત સ્વસ્થ- એઈમ્સમાંથી રજા આપવામાં આવી

Social Share

ગૃહમંત્રી અમિત શાહને સોમવારે દિલ્હી સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ) માંથી રજા આપવામાં આવી ચૂકી છે. ગઈકાલે, હોસ્પિટલ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે, ગૃહમંત્રીની તબિયત સ્વસ્થ છે અને ખુબ જ જલ્દી તેમને હોસ્પિટલમાંથી રજા આપીશું. કોરોના સંક્રમણમાંથી સાજા થયા બાદ તેઓને થાક અને માથાના દુખાવાની ફરિયાદ હતી, જેને લઈને તેઓને ફરીથી 18 ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ 12 દિવસની સારવાર પછી તેમની   તબિયત સ્વસ્થ જણાઈ છે , તેઓ આટલા દિવસો સુધી સારવાર હેછળ હતા.

ઉલ્લેખનીય છે કરે, કોરોના બાદ તેઓ સાજા થયા હતા પરંતુ ફરીથી તબિયત ઠીક નહોતી જણાી રહી જેથી કરીને તેઓને 18 ઓગસ્ટે દિલ્હી એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એઈમ્સ તરફથી જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ગૃહમંત્રીને સતત ત્રણ દિવસથી શરીરના દુખાવાની ફરિયાદ હતી અને સાથે થાક પણ હતો, ્રઆ પહેલા તેઓને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં સારકવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

વિતેલી 2જી ઓગસ્ટના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ વાતની જાણ તેઓએ પોતે ટ્વિટર પર ટ્વિટ કરીને આપી હતી, ત્યારથી તેઓ ગુરુગ્રામ સ્થિત મેંદાતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા ત્યાર બાદ 12 દિવસ જેટલા સમય પછી 14 ઓગસ્ટના રોજ ફરી તેમનો રુપોર્ટ કઢાવતા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો અને તેઓને હોસ્પિટલમાંથી રજા આપાઈ હતી.

સાહીન-

 

Exit mobile version