Site icon Revoi.in

શપથવિધિ પહેલા નવા સંભવિત પ્રધાનો સાથે ચ્હા પર પીએમ મોદીની ચર્ચા, અમિત શાહના કેબિનેટમાં સમાવેશની અટકળો

Social Share

લોકસભા ચૂંટણીમાં મળેલી બમ્પર જીત પછી આજે નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન પદ માટેના શપથ લેવાના છે. સાંજે 7 વાગે મોદી તેમના મંત્રીમંડળ સાથે શપથ લેશે. તેની મોટાભાગની તૈયારીઓ પૂરી થઈ ગઈ છે. આજે બીજેપી અધ્યક્ષ અમિત શાહે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારપછી સંભવીત મંત્રીઓને ફોન આવવા લાગ્યા છે. માનવામાં આવે છે કે, સંભવિત મંત્રીઓ સાથે મોદી આજે સાંજે 4.30 વાગે મીટિંગ પણ યોજાઈ રહી છે. અમિત શાહને નાણાં મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતાઓ પણ મીડિયા અહેવાલોમાં દર્શાવાઈ રહી છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અમિત શાહના કેબિનેટમાં સામેલ થવાની સંભાવનાઓને લઈને ચાલતી ચર્ચા વચ્ચે તેમને અભિનંદન પણ આપી દીધા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે સાડા ચાર વાગે સંભવિત મંત્રીઓ સાથે બેઠક કરવાના છે. પીએમ આ ચા પર ચર્ચામાં પ્રધાનોને તેમનો એજન્ડા સમજાવશે. જે નેતા આજે પ્રધાન પદના શપથ લેવાના છે તેમને ફોન આવવાના શરૂ થઈ ગયા છે. દરેકને કહેવામાં આવી રહ્યું છે કે, સાંજે સાડા ચાર વાગે પીએમ હાઉસ પહોંચી જાય.

1. સદાનંદ ગૌડા (બેંગલુરુ નોર્થ)

2. રાજનાથ સિંહ (લખનઉ)

3. અર્જુનરામ મેઘવાલ (બીકાનેર)

4. પ્રકાશ જાવડેકર (રાજ્યસભા સભ્ય)

5. રામદાસ અઠાવલે (આરપીઆઈ)

6. મુક્તાર અબ્બાસ નકવી ( રાજ્યસભા સભ્ય)

7. બાબુલ સુપ્રિયો (આસનસોલ)

8. સુરેશ અંગાડી (બેલગામ)

9. જીતેન્દ્ર સિંહ (ઉધમપુર)

10. પિયુષ ગોયલ (રાજ્યસભા સભ્ય)

11. રવિશંકર પ્રસાદ (પટના સાહિબ)

12. જી કિશન રેડ્ડી (સિકંદરાબાદ)

13. પ્રહ્લાદ જોશી (ધારવાડ)

14. નિર્મલા સીતારમણ (રાજ્યસભા સભ્ય)

15. સ્મૃતિ ઈરાની (અમેઠી)

16. પ્રહ્લાદ પટેલ (દમોહ)

17. AIADMKના રવીન્દ્ર નાથ (થેની)

18. પુરુષોત્તમ રુપાલા (રાજ્યસભા સભ્ય)

19. મનસુખ મંડાવિયા

20. રાવ ઈન્દ્રજિત સિંહ (ગુરુગ્રામ)

21. કૃષ્ણપાલ ગુર્જર (ફરીદાબાદ)

22. અપનાદળના અનુપ્રિયા પટેલ (મિર્જાપુર)

23. કિરણ રિજ્જૂ (અરુણાચલ ઈસ્ટ)

24. કૈલાશ ચૌધરી (બાડમેર)

25. સંજીવ બાલિયાન (મુઝફ્ફરનગર)

26. જેડીયુના આરસીરી સિંહ (રાજ્યસભાના સભ્ય)

27. નિત્યાનંદ રાય (ઉજિયારપુર)

28. થાવરચંદ ગહલોત

29. દેબાશ્રી ચૌધરી (રાયગંજ સીટ)

30. રમેશ કોફરિયાલ નિશંક (હરિદ્વાર)

31. મનસુખ વસાવા (ભરૂચ)

32. રામેશ્વર તેલી (ડિબ્રૂગઢ)

33. અકાળી દળના હરસિમરત કૌર (બઠિંડા)

34. સુષમા સ્વરાજ

35. સોમ પ્રકાશ (હોશિયારપુર)

36. સંતોષ ગંગવાર (બરેલી)

37. રામવિલાસ પાસવાન

38. નરેન્દ્ર સિંહ તોમર (મુરૈના)

39. સુબ્રત પાઠક (કન્નૌજઃ

40. ગજેન્દ્ર સિંહ શેખાવત (જોધપુર)

41. હરદીપ સિંહ પુરી

42. શ્રીપદ નાઈક (નોર્થ ગોવા)

43. હર્ષવર્ધન (નવી દિલ્હી)

44. ધર્મેન્દ્ર પ્રધાન

45. વી. મુરલીધરન (રાજ્યસભા સભ્ય)

મોદી કેબીનેટમાં એનડીએના સહયોગી દળમાંથી એક-એક મંત્રીઓને સામેલ કરવામાં આવશે. શિવસેનાના અરવિંદ સાવંત પ્રધાન બનશે. અકાલી દળમાંથી હરસિમરત કૌર ફરીથી પ્રધાન બનશે. અપના દળમાંથી અનુપ્રિયા પટેલ પ્રધાન બને તેવી શક્યતા.

પીએમ મોદીની સાથે આજે ઘણાં સીનિયર પ્રધાનો પણ શપથ લેશે. તેમાં રાજનાથ સિંહ, નિતિન ગડકરી, પિયૂષ ગોયલ, રવિશંકર પ્રસાદ, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, સ્મૃતિ ઈરાની, પ્રકાશ જાવડેકર, નરેન્દ્ર સિંહ તોમર, મુખ્તાર અબ્બાસ નકવી, જેપી નડ્ડા, ગીરિરાજ સિંહ, આરકે સિંહ, રાજવર્ધન સિંહ રાઠોડ અને પશ્ચિમ બંગાળની બૈરકપુર સીટથી જીતનાર અર્જુન સિંહનું નામ પણ સામેલ છે