Site icon Revoi.in

ભારત દેશના રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ, કોણે બનાવ્યો હતો ધ્વજ.. તે પણ જાણો

Social Share

– દેવાંશી દેસાણી

ભારત દેશની આઝાદીમાં એવા અનેક પાસાઓ હતા જેના કારણે દેશ આઝાદ થયો, આ એવા પાસા છે લોકોની નજરમાં ખાસ રીતે નથી આવ્યા પણ તેમની ભૂમિકા અપાર રીતે રહી છે. વાત છે ભારતના રાષ્ટ્રધ્વજની અને તેના ઈતિહાસની… દરેક દેશનો પોતાનો એક રાષ્ટ્ર ધ્વજ હોય છે. જે દેશની આઝાદીનું સોથી મોટું પ્રમાણ છે. આપણો ભારત દેશ 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો અને ૨૨ જુલાઈ 1947ના રોજ ભારતના રાષ્ટ્રીય ધ્વજને એસેમ્બલી દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો હતો. ત્યારથી લઇ 26 જાન્યુઆરી 1950 સુધી તે આપણો રાષ્ટ્રધ્વજ પણ રહ્યો હતો.. તેને તિરંગા નામ આપવામાં આવ્યું હતું. આપણા રાષ્ટ્રીય ધ્વજની અંદર ત્રણ રંગો આવેલા છે.સોપ્રથમ કેસરી રંગ જે ભારતની શોર્યતાનું પ્રતિક દર્શાવે છે. વચ્ચે સફેદ રંગ છે જે શાંતિનું પ્રતિક દર્શાવે છે અને નીચે લીલો રંગ છે જે હરિયાળી ક્રાંતિનું પ્રતિક દર્શાવે છે. આ ઉપરાંત સફેદ રંગની સાથે વચ્ચે સારનાથના અશોક ચક્ર દર્શાવવામાં આવ્યું છે. જેમાં અંદર 24 આરાઓ રહેલા છે. આમ અનેક વખતના બદલાવો પછી ભારત દેશના રાષ્ટ્રીય ધ્વજ માટે તિરંગાને સિલેક્ટ કરવામાં આવ્યો છે અને આજે ભારત દેશના ખૂણે-ખૂણે તે ખુબ જ શાનથી લહેરાય છે પણ આના સિવાય પણ કેટલીક એવી વાતો છે જેના વિશે લોકોએ જાણવું જરૂરી છે ચોક્કસ પણે જાણ્યા પછી ગર્વ પણ થશે.

આપણે રાષ્ટ્રધ્વજ 15 મી ઓગસ્ટ અને 26 મી જાન્યુઆરી ફરકાવીએ છીએ. આ સાથે આપણે આપણું રાષ્ટ્રગીત જન ગણ મન ….ગાઇએ છીએ પણ શુ તમને ખબર છે કે, આપણા દેશનો જે રાષ્ટ્રધ્વજ છે તેને ડિઝાઇન કોણે કર્યો હતો. તમે ન જાણતા હોય તો અમે તમને જણાવીશું કે આપણા રાષ્ટ્રધ્વજને ડીઝાઇન કરનાર પિંગલી વેંકૈયા છે. પિંગલી વેંકૈયાનો જન્મ 2 ઓગસ્ટ 1876ના રોજ આંધ્ર પ્રદેશના કૃષ્ણ જીલ્લામાં ભટાલાપેનમરુ ગામમાં થયો હતો. તેણે પોતાની શરુઆતી શિક્ષા ભટાલાપેનમરુ અને મછલીપટ્ટનમમાંથી પ્રાપ્ત કરી હતી. જે બાદ યુવાવસ્થામાં તે મુંબઇ જતા રહ્યાં હતા. તેઓ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને ભારતીય રાષ્ટ્રધ્વજના ડિઝાઈનર હતા. હમણા જ તેમની જન્મજયંતિ ગઈ છે અને તેમના આ પ્રકારના કામ માટે ભારત દેશની જનતા હંમેશા તેમનો ઋણી રહેશે.

પિંંગલી વેંકૈયાની મહાત્મા ગાંધી સાથેની મુલાકાત

પિંગલી વેંકૈયાની મહાત્મા ગાંધી સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, દેશનો રાષ્ટ્રધ્વજ અલગ છે. મહાત્મા ગાંધી સાથે મળીને તેમના પર બાપુની વિચારધારાનો પણ પ્રભાવ પડ્યો હતો તો બીજી તરફ બાપુએ પિંગલી વેંકૈયાને રાષ્ટ્રધ્વજ ડિઝાઇન કરવાનું કામ સોપી દીધું હતું. આ કામને લઇને પિંગલી વેંકૈયા સ્વદેશ પાછા આવી ગયા હતા અને થોડા દિવસ બાદ તેમણે સરકારી અધિકારીના રુપમાં કાર્ય કરવા લાગ્યા હતા.

5 વર્ષ બાદ તૈયાર થયો દેશનો રાષ્ટ્રધ્વજ

5 વર્ષના અધ્યયન બાદ લગભગ પિંગલી વેંકૈયાએ તિરંગાની ડિઝાઇન તૈયાર કરી હતી, તેમને કલ્પના કરી હતી કે ધ્વજ તમામ ભારતવાસીઓને એક સૂત્રમાં બાંધે. રાષ્ટ્રધ્વજ તૈયાર કરવામાં એસ.બી.બોમાન અને ઉમર સોમાનીએ સહયોગ આપ્યો હતો. પિંગલી વેંકૈયાએ આ બાબત પર તેમણે ગાંધીજીના વિચારો જાણ્યા પણ ગાંધીજીએ વચ્ચે અશોક ચક્ર રાખવાની સલાહ આપી હતી, જે રાષ્ટ્રની એકતાનું પ્રતીક છે. પિંગલી વેંકૈયાએ પહેલાં લીલા અને લાલ રંગનો ઉપયોગ કરીને ઝંડો તૈયાર કર્યો હતો. પણ ગાંધીને તેમાં સંપુર્ણ રાષ્ટ્રની એકતાની ઝલક જોવા ન મળી. જેથી ખુબ વિચાર વિમર્શ બાદ 1931માં કરાચી કોંગ્રેસ કમિટીની બેઠકમાં તેમણે એવો ધ્વજ રજુ કર્યો કે જેમાં વચ્ચે અશોક ચક્રની સાથે કેસરી, સફેદ અને લીલો રંગ વપરાયો હતો. જેમાં તમામ અધિકારીયોની સહમતિ પ્રાપ્ત થઇ ગઇ હતી.અને આ ધ્વજ સ્વતંત્રતા સેનાનિઓમાં સ્વરાજ્ય ધ્વજના રુપમાં પણ ઘણો લોકપ્રિય થયો હતો. આ ધ્વજથી ઘણા આંદોલન થવા લાગ્યા હતા પરંતુ છેલ્લે 1947માં અંગ્રેજોને દેશ છોડવા માટે મજબુર કરી દેવામાં આવ્યા.

રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કરવા માટે પિંગલી વેંકૈયાને ‘ઝંડા વેંકૈયા’ ની રીતે પણ ઓળખવામાં આવે છે. તેમનું 4 જુલાઇ 1963ના રોજએ નિધન થયું હતું. તેમના 132માં જન્મ દિવસના દિવસે તેમના સન્માનમાં ભારત સરકારે તેમના નામ પર ટપાલ ટીકીટ પણ રજુ કરી હતી. જેમાં ત્રિરંગાની સાથે તેમનો ફોટો જોવા મળે છે. 15 ઓગસ્ટ 1947થી આ તિરંગો આપણી ઓળખ બની ગયો છે.

પિંગલી વેંકૈયા ઘણા વિષયોના સારા જાણકાર હતા

પિંગલી વેંકૈયાની ઉર્દુ, સંસ્કૃત તેમજ હિન્દી ભાષા પર સારી એવી પકડ હતી. તે ઘણાં વિષયોના સારા એવા જાણકાર હતા. તે સિવાય પણ તેમને ભૂ-વિજ્ઞાનની પણ સારી સમજ રાખતા હતા. 1904માં જાપાન દ્વારા રુસને હારવાની ખબરથી તે એટલા પ્રભાવિત થયા કે તેમણે આ બાદ જાપાની ભાષા પણ શીખી લીધી હતી.