Site icon Revoi.in

6000 વર્ષ જૂની કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિને નષ્ટ કરીને કશ્મીરિયતની વાત કરનારાઓને થોડો ઈતિહાસ બોધ

Social Share

માનવામાં આવે છે કે કાશ્મીરનું નામ કશ્યપ ઋષિના નામ પરથી પડયું હતું. કાશ્મીરના તમામ મૂળ નિવાસી હિંદુ હતા. કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિ લગભગ 6 હજાર વર્ષ જૂની છે અને તે જ કાશ્મીરના મૂળ નિવાસી માનવામાં આવે છે.

14મી સદીમાં તુર્કિસ્તાનથી આવનારા એક ક્રૂર મંગોલ મુસ્લિમ આતંકી દુલુચાએ 60 હજાર લોકોની સેનાની સાથે કાશ્મીર પર આક્રમણ કર્યું અને કાશ્મીરમાં ધર્માંતરણ કરીને મુસ્લિમ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. દુલુચાએ નગરો અને ગામડાઓને નષ્ટ કર્યા તથા હજારો હિંદુઓના નરસંહાર કર્ય હતા. હજારો હિંદુઓને બળજબરીથી મુસ્લિમ બનાવવામાં આવ્યા હતા. સેંકડો હિંદુ જે ઈસ્લામ કબૂલ કરવા ઈચ્છતા ન હતા, તેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો હતો. ઘણાં ત્યાંથી જીવ બચાવીને નિરાશ્રિત બન્યા હતા. જમ્મુ, કાશ્મીર અને લડાખ પહેલા હિંદુ શાસકો અને બાદમાં મુસ્લિમ સુલ્તાનોને આધિન રહ્યું હતું.

બાદમાં તે રાજ્ય અકબરના કાર્યકાળમાં મુઘલ સામ્રાજ્યનો હિસ્સો બન્યું હતું. 1756થી અફઘાન શાસન બાદ 1819માં આ રાજ્ય પંજાબના શીખ સામ્રાજ્યને આધિન આવ્યું. 1846માં રંજીત સિંહે જમ્મુ ક્ષેત્ર મહારાજા ગુલાબસિંહને સોંપ્યું હતું.

કાશ્મીરની વાત તો બધાં કરે છે, પરંતુ તેના ઈતિહાસની ઘણાં ઓછા લોકો ચર્ચા કરે છે. ભૌગોલિક સ્થિતિની દ્રષ્ટિએ જમ્મુ-કાશ્મીરના પાંચ ભાગ છે. ડોગરા રાજવંશના આ પાંચ ભૌગોલિક એકમોમાં એક રાજ્ય તરીકે રહેવામાં જમ્મુ-કાશ્મીરની એકતાની ઓળખ હતી. જ્યારે આ અલગ-અલગ પાંચ ભાગોમાં ભાષા અને સંસ્કૃતિ બિલકુલ અલગ છે.

જમ્મુ અથવા ડુગ્ગર પ્રદેશ

આ રાજ્યનો સૌથી ખાસ હિસ્સો જમ્મુ છે. ભારતીય ગ્રંથો પ્રમાણે જમ્મુને ડુગ્ગર પ્રદેશ કહેવામાં આવે છે. તે રાજ્યની શિયાળુ રાજધાની પણ છે.

જમ્મુ- સંભાવના દશ જિલ્લા છે. જમ્મુ, સાંબા, કઠુઆ, ઉધમપુર, ડોડા, પુંછ, રાજૌરી, રિયાસી, રામબન અને કિશ્તવાડ

જમ્મુનું ક્ષેત્રફળ 36315 વર્ગ કિલોમીટર છે. તેના લગભગ 13297 વર્ગ કિલોમીટર ક્ષેત્રફળ પર પાકિસ્તાનનો ગેરકાયદેસરનો કબજો છે. આ કબજો 1947-48ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાને કર્યો હતો.

જમ્મુનું મીરપુર પાકિસ્તાનના કબજામાં છે. પુંછ શહેરને બાદ કરતા બાકીનો વિસ્તાર પાકિસ્તાનના કબજામા છે. મુઝફ્ફરાબાદ પણ પાકિસ્તાનના નિયંત્રણમાં છે. આ વિસ્તારમાં કાશ્મીરી ભાષા બોલનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. અહીંના લોકો ગુજ્જર અને પંજાબી છે.

જમ્મુના ભિંબર, કોટલી, મીરપુર, પુંછ, હવેલી, બાગ સુધાંતી, મુઝફ્ફરાબાદ, હટ્ટિયા અને હવેલી જિલ્લા પાકિસ્તાનના નિયંત્રણમાં છે. પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના જમ્મુ પ્રાંતના હિસ્સામાં ડોગરી અને પંજાબી ભાષા બોલવામાં આવે છે. મુઝફ્ફરાબાદમાં લહંદી પંજાબી અથવા ગુજ્જરી બોલવામાં આવે છે. પાકિસ્તાન જમ્મુના કબજે કરેલા હિસ્સાને આઝાદ કાશ્મીર કહે છે.

અહીંની ભાષા ડોગરી છે અને અહીં મૂળ નિવાસીઓને ડોગરા કહેવામાં આવે છે.

આ વિસ્તાર સાંસ્કૃતિક દ્રષ્ટિએ પંજાબ અને હિમાચલની નજીક છે. લગ્નો પણ પંજાબ-હિમાચલમાં થતા રહે છે.

જમ્મુને પંજાબ-હિમાચલનો વિસ્તાર પણ કહેવામાં આવે છે. પંજાબમાં પઠાનકોટમાં રાવી નદીના બીજા કિનારે શરૂ થયેલું જમ્મુનું ક્ષેત્ર પીર પંજાલની પહાડી સુધી છે.

જમ્મુ વિસ્તારમાં હિંદુઓની વસ્તી 67 ટકા છે. બાકી 33 ટકામાં મુસ્લિમ, ગુર્જર અને પહાડી સહીતના અન્ય લોકો રહે છે.

અહીં મુસ્લિમોમાં રાજપૂત મુસ્લિમોની બહુમતી છે. ગુર્જર જનજાતિ સમાજનો હિસ્સો છે.

તેમની પૂજાપદ્ધતિમાં ઈસ્લામ, શૈવ, પ્રકૃતિ જેવા ઘણાં તત્વો જોવા મળે છે.

કાશ્મીર

જમ્મુ ક્ષેત્ર પીર પંજાલની પર્વતીય શ્રૃંખલામાં સમાપ્ત થાય છે. આ પહાડીની બીજી તરફ કાશ્મીર શરૂ થાય છે.

પહેલા આ બંને ક્ષેત્રોનો સંબંધ ઉનાળામાં જ જોડાતો હતો. શિયાળામાં બરફને કારણે બંને ક્ષેત્રો કપાયેલા રહેતા હતા.

કાશ્મીરનું ક્ષેત્રફળ લગભગ 16 હજાર વર્ગ કિલોમીટર છે. તેના દશ જિલ્લામાં શ્રીનગર, બડગામ, કુલગામ, પુલવામા, અનંતનાગ, કુપવાડા, બારામૂલા, શોપિયાં, ગાંદરબલ, બાંદીપોરાનો સમાવેશ થાય છે.

ખીણ સિવાય મોટો પર્વતીય વિસ્તાર છે, તેમા પહાડી અને ગુર્જર રહે છે.

કાશ્મીર સંભાગ મુસ્લિમોની બહુમતી ધરાવે છે. શિયા મુસ્લિમોની પણ એક મોટી સંખ્યા છે. પર્વતીય વિસ્તારોમાં ગુર્જરોની વસ્તી વધારે છે. ગુર્જરોની જ એક શાખાને બક્કરવાલ કહેવામાં આવે છે.

કાશ્મીરી ભાષા ઘાટીના હિંદુ અને મુસ્લિમ બોલે છે. પર્વતીય વિસ્તારોમાં ગોઝરી અને પહાડી બોલી બોલવામાં આવે છે.

કાશ્મીર ખીણમાં સુન્ની મુસ્લિમોની બહુમતી છે. બહાવી અને અહમદિયા પણ છે. આતંકવાદનો પ્રભાવ કાશ્મીર ખીણના કાશ્મીરી બોલનારા સુન્ની મુસ્લિમો સુધી જ છે.

લડાખ

લડાખ એક ઉંચો પહાડી વિસ્તાર છે. તેનો મોટાભાગનો વિસ્તાર 3500 મીટર એટલે કે 9800 ફૂટ ઊંચો છે.

તે હિમાલય અને કારાકોરમ પર્વતીય ક્ષૃંખલા અને સિંધુ નદીની ઉપરના ખીણ વિસ્તારમાં ફેલાયેલો છે.

તે હિમાલય અને કારાકોરમ પર્વતીય શ્રૃંખલા તથા સિંધુ નદીની ઉપરીય ખીણમાં ફેલાયેલો વિસ્તાર છે.

લગભગ 33554 વર્ગ માઈલમાં ફેલાયેલા લડાખમાં વસવાટ કરવા લાયક જગ્યા ખૂબ ઓછી છે. અહીં ઊંચાઊંચા વિશાળકાય પથ્થરિયા પહાડો અને વેરાન મેદાનો છે.

એં માનવામં આવે છે કે લડાખ મૂળભૂત રીતે કોઈ મોટા સરોવરનો એક ડૂબેલો હિસ્સો હતો, જે ઘણાં વર્ષોના ભૌગોલિક પરિવર્તનોને કારણે લડાખની ઘાટી બન્યો છે.

18મી સદીમાં લડાખ અને બાલ્ટિસ્તાનને જમ્મુ-કાશ્મીરના વિસ્તારમાં સામેલ કરવામાં આવ્યા હતા.

લડાખના પૂર્વ ભાગમાં લેહની આસપાસ વસવાટ કરનારા લોકો મુખ્યત્વે તિબેટી, બૌદ્ધ અને ભારતીય હિંદુ છે. પરંતુ પશ્ચિમમાં કારગીલની આસપાસની વસ્તી મુખ્યત્વે ભારતીય શિયા મુસ્લિમોની છે.

તિબેટ પર ચીના આક્રમણ વખતે ઘણાં તિબેટિયનો અહીં આવીને વસી ગયા હતા. ચીન લડાખને તિબેટનો હિસ્સો માને છે. સિંધુ નદી લાડખથી નીકળીને પાકિસ્તાનના કરાચી સુધી વહે છે.

પ્રાચીનકાળમાં લડાખ ઘણાં મહત્વના વ્યાપારીક માર્ગોનું મુખ્ય કેન્દ્ર હતું.

લડાખ મધ્ય એશિયાથી કારોબારનો એક મોટો ગઢ હતું. સિલ્ક રુટની એક શાખા લડાખથી થઈને પસાર થતી હતી.

અન્ય દેશોથી અહીં સેંકડો ઊંટ, ઘોડા, ખચ્ચર રેશમ અને સાદડી લઈને આવતા હતા. જ્યારે હિંદુસ્તાનથી રંગ, મરીમસાલા વગેરે વેચવામાં આવતા હતા.

તિબેટથી પણ યાક પર ઉન, પશ્મીના વગેરે લાદીને લોકો લેહ સુધી આવતા હતા. અહીંથી તેના દ્વારા કાશ્મીરમાં બહેતરીન શાલ બનાવવામાં આવતી હતી.