Site icon hindi.revoi.in

ઈન્ડિયન એરલાઈન્સમાં રચાયો ઈતિહાસ –  સીઈઓના પદ પર પ્રથમ મહિલાની નિયુક્તિ કરાઈ  – જાણો આ મહિલા વિશે

Social Share

દેશની મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પોતાનું સ્થાન બનાવી રહી છે, નેવી હોય કે પછી આર્મી હોય દેશની સેવાઓમાં ઉચ્ચપદ ગ્રહણ કરી વર્ષો પહેલાની સ્ત્રીઓને ઘરની બહાર કામ ન કરવા દેવાની માનસિકતા નષ્ટ થઈ રહી છે,મહિલા હવે પુરુષ સમોવડી થઈ છે.ત્યારે આ બાબતે હાલમાં જ હરપ્રીત એ ડી સિંહએ એક શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે.

હરપ્રીત સિંહ એ દેશના વિમાનક્ષેત્રમેંક મોટૂ પદ મેળવ્યું છે, તેઓ  એરલાઈન્સ એરના દેશના પ્રથમ મહિલા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બન્યા છે,એટલે કે તેઓ હવે સીઈઓનો પદભાર સંભાળશે,

શુક્રવારના રોજ સરકારે એર ઇન્ડિયાની પેટાકંપની એલાયન્સ એરના સીઈઓ તરીકે હરપ્રીત એડી સિંહની નિમણૂક કરી છે. હાલમાં સિંહ એર ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. કંપનીના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હવે કેપ્ટન નિવેદિતા ભસીન હશે, જે એક વરિષ્ઠ કમાન્ડર છે અને હાલમાં ડ્રીમલાઇનર બોઇંગ 787 ચલાવે છે.

આ સમગ્ર બાબતે એર ઈન્ડિયાના અધ્યક્ષ અનેમેનેજિંગ ડિરેક્ટ એવા રાજીવ બંસલે શુક્રવારે એક આદેશ જારી કર્યો હતો કે, સિંઘ આગલા આદેશ સુધી એલાયન્સ એરના સીઈઓનું પદ સંભાળશે અને કેપ્ટન નિવેદિતા ભસીનના અનુભવના આધારે તેમને ઘણા વિભાગોના પ્રમુખ  બનાવવામાં આવ્યા છે.

હરપ્રીત સિંહ બન્યૈ એલાઈન્સના સીઈઓ -જાણો કોણ છે આ હરપ્રીત સિંહ

હાલ આ એરલાઈન્સ કંપની સરકારી જ રહેશે, એર ઈન્ડિયા સાથે તેનું વેંચાણ નથી કરવામાં આવ્યું , ભવિષ્યમાં તેનુ ખાનગીકરણ થવાની શક્યતાઓ છે.

સાહીન-

Exit mobile version