દિલ્હી : દિલ્હીના ચાંદની ચોક વિસ્તારના હૌજ કાજીમાં 30 જૂને મંદિરમાં તોડફોડની ઘટનાથી આખા દેશમાં ખળભળાટ સર્જાયો હતો. મુસ્લિમોની હિંસક ભીડે અહીં એક 100 વર્ષ જૂના દુર્ગા મંદિરમાં ઘૂસીને માત્ર મૂર્તિઓ જ તોડી ન હતી, પરંતુ સ્થાનિક હિંદુઓ પ્રમાણે મંદિરમાં પેશાબ પણ કર્યો. નવમી જુલાઈ એટલે કે મંગળવારે આ મંદિરમાં મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા માટે વિશ્વ હિંદુ પરિષદે અનુષ્ઠા અને સ્થાનિક લોકો માટે ભંડારો રાખ્યો હતો.
પ્રાણ પ્રતિષ્ઠાના આ કાર્યક્રમમાંથી આવેલી એક તસવીર જેમાં કેટલાક મુસ્લિમો હિંદુઓને ભોજન પિરસતા દેખાઈ રહ્યા હતા. આ તસવીરને મીડિયાએ માથે ઉંચકી. આ તસવીરના બહાને લુટિયંસ મીડિયાએ મુસ્લિમોના સદભાવના દેખાડવા અને હિંદુઓના દર્દને દબાવવાની કોશિશ કરી હતી. પરંતુ આ કાર્યક્રમના આયોજન સાથે જોડાયેલા હિંદુ એક્ટિવિસ્ટોનું કહેવું છે કે અનુષ્ઠાનમાં હૌજ કાજીના મુસ્લિમોએ કોઈ સહયોગ કર્યો નથી અને તેમનો કોમવાદી સદભાવ માત્ર તસવીરો ખેંચાવા પુરતો જ મર્યાદીત હતો.
અનુષ્ઠાનની ઘણી તસવીરો સામે આવી હતી. તેમાંથી વાઈરલ થયેલી તસવીરમાં બેથી ત્રણ મુસ્લિમો હિંદુઓને ભોજન વહેંચી રહ્યા હતા. મીડિયા આ તસવીરને જોઈને મંત્રમુગ્ધ બની ગયું હતું. સીએએન ન્યૂઝ-18નું કહેવું હતું કે અનુષ્ઠાન દરમિયાન ભોજન પિરસતા હૌજ કાજીના મુસ્લિમોએ કોમવાદી સદભાવ પ્રદર્શિત કર્યો હતો. હિંદુસ્તાન ટાઈમ્સે તેનાથી એક પગલું આગળ વધીને પોતાના રિપોર્ટમાં એ દાવો પણ કર્યો છે કે મુસ્લિમોએ મૂર્તિઓની પ્રાણ –પ્રતિષ્ઠામાં પણ યોગદાન આપ્યું છે.
હૌજ કાજીમાં અનુષ્ઠાન દરમિયાન હાજર હિંદુ એક્ટિવિસ્ટોએ જણાવેલી માહિતીથી અલગ જ તસવીર સામે આવી રહી છે. દુર્ગા મંદિરમાં થયેલા અનુષ્ઠાનમાં સામેલ અવિરલ શર્માએ કહ્યુ છે કે આ કાર્યક્રમ વીએચપી દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો અને તેના માટે મંદિરમાં તોડફોડથી આહત આખી દિલ્હીના હિંદુઓએ દાન આપ્યું હતું. પરંતુ હૌજ કાજીના મુસ્લિમોએ કોઈ જ દાન આપ્યું ન હતું. શર્માએ કહ્યુ છે કે પ્રાણ પ્રતિષ્ઠામાં મુસ્લિમો દ્વારા સહયોગ કરવાની ખબરો પણ ખોટી છે.
વાઈરલ થયેલી તસવીરને લઈને તેમણે કહ્યુ છે કે ફેતહપુરી મસ્જિદના ઈમામ એક ટેબલ પર પાણી વહેંચી રહ્યા હતા. વિસ્તારના મોટાભાગના હિંદુઓએ આ બાબતને મહત્વ આપ્યું નથી. ત્યાં સુધી કે જે ટેબલ પર ભોજન સામગ્રી વહેંચતા મુસ્લિમોની તસવીર સામે આવી છે, તે ટેબલ પણ દુર્ગા મંદિર સામે વીએચપી તરફથી જ લગાવવામાં આવ્યું હતું.
અનુષ્ઠાનમાં હાજર અન્ય એક એક્ટિવિસ્ટ આયુષ ગુપ્તાએ પણ અવિરલની વાતને સમર્થન આપતા કહ્યુ છે કે અનુષ્ઠાનમાં વિસ્તારના મુસ્લિમોએ કોઈ સહયોગ કર્યો નથી. એક અન્ય એક્ટિવિસ્ટ વિશાલ શર્માનું કહેવું છે કે પ્રાણ પ્રતિષ્ટા દરમિયાન તેઓ હાજર પણ ન હતા. તસવીર માત્ર મીડિયામાં પોતાનો પક્ષ ઉભારવા અને હિંદુઓના દર્દને દબાવવાની કોશિશ છે. અવિરલ પ્રમાણે, અમન સમિતિના સદસ્ય માત્ર તસવીર ખેંચવવા માટે પહોંચ્યા હતા અને ફોટો સેશન પૂર્ણ થતા જ ત્યાંથી નીકળી ગયા હતા.