- હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુરને થયો કોરોના
- મુખ્યમંત્રીએ ખુદ ટવિટ કરીને આપી આ અંગેની જાણકારી
- ડોકટરોની સલાહથી સરકારી નિવાસસ્થાનમાં આઈસોલેટ
અમદાવાદ: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપ નેતા જયરામ ઠાકુર કોરોના વાયરસથી સંક્રમિત થઇ ગયા છે. તેમનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુર લગભગ એક અઠવાડિયાથી ક્વોરન્ટાઈન હતા. આ સમય દરમિયાન તેઓને કોરોનાનાં લક્ષણો નજરે આવ્યા, ત્યારબાદ તેમણે ટેસ્ટ કરાવ્યો જે રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ અંગે તેમણે જાતે જ ટવિટ કરીને માહિતી આપી છે.
મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ટવિટ કર્યું કે,”થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ વ્યક્તિ સાથેના સંપર્કમાં આવવાના કારણે હું છેલ્લા એક અઠવાડિયાથી મારા નિવાસસ્થાન પર ક્વોરેંટાઇન હતો. છેલ્લા બે દિવસથી કોરોનાના કેટલાક લક્ષણોના કારણે આજે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો,જે રીપોર્ટ હમણાં જ પોઝીટીવ આવ્યો છે. હું ડોકટરોની સલાહથી મારા સરકારી નિવાસસ્થાનમાં આઈસોલેટ છુ.
રવિવારે હિમાચલ પ્રદેશમાં કોવિડ -19 ના બે વધુ દર્દીઓનાં મોતને કારણે મૃત્યુની સંખ્યા 246 પર પહોંચી ગઈ છે, જ્યારે આ મહામારીના 164 નવા કેસ બાદ કુલ કેસની સંખ્યા વધીને 17,409 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા મુજબ શિમલા અને હમીરપુરમાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા મુજબ, રવિવારે આ વાયરસને કારણે વધુ 190 લોકો સ્વસ્થ થયા હતા, ત્યારબાદ સાજા થનાર દર્દીઓની સંખ્યા વધીને 14,451 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય વિભાગે કહ્યું કે 22 લોકો રાજ્યની બહાર ચાલ્યા ગયા છે. રાજ્યમાં આ સમયે 2,687 દર્દીઓની સારવાર ચાલી રહી છે.
_Devanshi