હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પહાડ ધસી રહ્યા છે. ભારે વરસાદને કારણે ચંબા જિલ્લામાં ભારંગલા નાળા પર બનેલો પુલ વહી ગયો છે. આ પુલ હાડસરના ભરમૌરને જોડે છે.
આ સિવાય લેન્ડસ્લાઈડને કારણે શિમલા જિલ્લાના બદહાલ ગામમાં નેશનલ હાઈવે-5 બંધ કરવામાં આવ્યો છે. બંને સ્થાનો પર રાહત અને બચાવ કામગીરી થઈ રહી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા હિમાચલ પ્રદેશની વરસાદને કારણે પેદા થયેલી પરિસ્થિતિ સંદર્ભે એક વીડિયો રજૂ કરવામાં આવ્યો છે. જેમા ચમ્બા જિલ્લાના ડ્રેકારી વિસ્તારમાં એક કાર ભારે વરસાદને કારણે તૂટી ગયેલા રોડ પર બનાવવામાં આવેલા લોખંડના સળિયાના કામચલાઉ પુલ પરથી એક કાર ભારે જહેમત બાદ પસાર થઈ રહેલી જોઈ શકાય છે. આ વીડિયો 22 ઓગસ્ટનો હોવાનું જણાવાય રહ્યું છે.