Site icon hindi.revoi.in

રાજધાની દિલ્હીમાં યમુના નદીનું સ્તર વધ્યુઃહરીયાણા પણ હાઈ એલર્ટ

Social Share

છેલ્લા કેટલાક દિવસથી દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદનું કહેર વરસી રહ્યું છે,અનેક નદીના પાણીની સપાટીઓ વધી રહી છે જેને લઈને આસપાસના ગામના લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ વરસતા વરસાદે કેટલાકનો ભોગ લીધો છે,તો હવે દેશની રાજધાની દિલ્હી પણ તેમાંથી બાકાત રહી નથી

દિલ્હીમાં યમુના નદીનું પાણીનું સ્તર જોખમના સપાટીને પાર કરી ગયું છે. મંગળવારે સવારે યમુના નદીનું જળસ્તર 205.33 મીટરથી વધીને 205.94 મીટર થઈ ગયું છે. યમુનાના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે દિલ્હીની સાથે હરિયાણાને પણ હાઈએલર્ટ કરવામાં આવ્યું છે. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટરે યમુનાનગર, કૈથલ, કુરુક્ષેત્ર, કરનાલ, પાણીપત અને સોનીપતના ડેપ્યુટી કમિશનરો સાથે વાત કરી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને બહાર કાઢવાનો આદેશ આપ્યા છે.

Exit mobile version