દરેક જગ્યાએ કોઈને કોઈ વાતનો કે મુદ્દાનો વિરોધ થતો આવ્યો જ છે અને થાય પણ છે તે વાત સ્વાભાવિક છે ,પણ હદ તો ત્યારે થાય જ્યારે કોઈ વિરોધના જોશમાં આવીને તે પણ ભૂલી જાય કે જે સંસ્થા સામે વિરોધ પ્રદર્શન કરીયે છે તે સંસ્થા જ બંધ છે, અને ત્યારે આવા લોકો હાસ્યસ્પદ બનીને રહી જાય છે.
વિરોધની ઉત્સુકતામાં, ડીવાયએફઆઈના સભ્યો ભૂલી ગયા કે રવિવારે રજા હોવાને કારણે બ્રાઝિલની દૂતાવાસ બંધ હતી. તેમ છતાં, 12 કાર્યકરો, જેમાંથી 3ના હાથમાં કાગળના પ્લેકાર્ડ હતા અને 5ના હાથમાં સેગઠનનો ઝંડો હતો.
બ્રાઝિલે એમેઝોન રેઈન ફોરેસ્ટમાં લાગેલી ભીષણ આગને કાબૂમાં લેવા જી -7 ને મદદની ઓફર કરી હતી જેને બ્રાઝિલે નકારી હતી. બ્રાઝિલના એક ટોચના અધિકારીએ મદદ નકારતા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનને કહ્યું કે તમે તમારા ઘર અને પ્રદેશ પર ધ્યાન આપો તો બસ છે. બ્રાઝિલિયનની આ હરકતથી નારાજ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઑફ ઈન્ડિયાએ રવિવાર 26 ઓગસ્ટના રોજ દિલ્હીમાં બ્રાઝિલિયન દૂતાવાસ નજીક ‘વિરોધ’ પ્રદર્શન કર્યુ હતું. ડીવાયએફઆઈ એ વામપંથી સંસ્થા છે જે સીપીઆઈની યૂવા શાખા માનવામાં આવે છે.
DYFIના અખિલ ભારતીય અધ્યક્ષ પીએ મોહમ્મદ રિયાસે દિલ્હીમાં બ્રાઝિલના દૂતાવાસની સામે DYFI કૈડર સાથે વિરોધ પ્રદર્શનના ફઓટોઝ શૅર કર્યા છે, આ ફોટોઝમાં કુલ 12 DYFIના સદસ્યો હતા જેમાંથી 3ના હાથમાં કાગળના પ્લેકાર્ડ હતા અને 5ના હાથમાં સંગઠનનો ઝંડો હતો.
પરંતુ નવાઈ પામનારી વાત તો એ છે કે આ લોકો વિરોધ પ્રદર્શનના જોશમાં એ પણ ભૂલી ગયા હતા કે રવિવારના રોજ રજા હોય છે જેને લઈને આ બ્રાઝિલ દૂતાવાસ પણ બંધ હતું અને લોકો બંધ દૂતાવાસની બહાર હાય-હાયના નારા લગાવતા હતા જેને લઈને ટ્વિટર પર અનેક યૂઝર્સે આ લોકોની ઠેકડી ઉડાવી છે,લોકો તેમના કારનામા પર હસી રહ્યા છે.