Site icon hindi.revoi.in

મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલમાં 26% હિસ્સેદારી ખરીદી શકે છે જેફ બેજૉસ

Social Share

ઈ-કોમર્સ કંપની અમેઝૉન દેશની સૌથી મોટી રિટેલર રિલાયન્સ રિટેલમાં 26 ટકા સુધીના સ્ટેક ખરીદે તેવી શક્યતા છે. આ જાણકારી ઈન્ડસ્ટ્રીના બે વરિષ્ઠ અધિકારીઓએ આપી છે. જો કે તેમણે એ સ્પષ્ટ કર્યું છે કે બંને કંપનીઓ આને લઈને હાલ માત્ર ચર્ચાઓ કરી રહી છે. રિટેલ બિઝનસના સ્ટેક વેચવાને લઈને રિલાયન્સની આના પહેલા ચીનના અલીબાબા ગ્રુપ સાથે વાત થઈ રહી હતી. જો કે વેલ્યુએશન પર સંમતિ નહીં બની શકવાને કારણે ડીલ પાકી થઈ નહીં.

એક્ઝિક્યૂટિવ્સને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે અમેઝૉન ભારતની તમામ મોટી બ્રિક એન્ડ મોર્ટાર ચેનમાં લાંબા સમયથી ભાગીદારી ઈચ્છે છે અને તેનું કહેવું છે કે ભારતમાં હાલ પણ ફિઝિકલ આઉટલેટથી શોપિંગ કરવાની પરંપરા છે. રિલાયન્સમાં ભાગીદારી લાવવાથી અમેઝોનને ઈન્ડિયન યૂઝર્સ સુધી ઘણી ચેનલો દ્વારા પહોંચ વધારવામાં મદદ મળશે.

એવા અહેવાલ પણ આવ્યા હતા કે રિલાયન્સની આના સંદર્ભે ફ્યૂચર ગ્રુપ સાથે પણ વાત ચાલી રહી છે, પરંતુ તેની ગતિ ઘણી મંદ છે. અમેઝોન અને રિલાયન્સના પ્રવક્તાઓએ આ ઘટનાક્રમ પર કોમેન્ટ કરવાનો ઈન્કાર કર્યો હોવાનું પણ મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. રિલાયન્સના પ્રવક્તાએ કહ્યુ છે કે અમારી કંપની અલગ-અલગ પ્રસંગોને વખતોવખત આંકતી રહે છે. અમે હંમેશા સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (લિસ્ટિંગ ઓબ્લિગેશન્સ એન્ડ ડિસક્લોઝર રિક્વાયરમેન્ટ) રેગ્યુલેશન 2015 હેઠળ કંપ્લાયન્સમાં જરૂરી ડિસ્ક્લોઝર કર્યા છે. આગળ પણ કરતા રહેશે.

અમેઝૉન આ મામલામાં સાવધાની દાખવીને આગળ વધી રહી છે. સૂત્રોનું કહેવું છેકે કંપની ચાહે છે કે ડીલ ઈ-કોમર્સ માટે ફેબ્રુઆરીમાં લાગુ થયેલા એફડીઆઈના નવા નિયમો પ્રમાણે થાય. અમેરિકના સિએટલની આ કંપની રિલાયન્સ રિટેલમાં 26 ટકાથી ઓછો સ્ટેક ખરીદવા ચાહે છે. આમ કરવાથી રિલાયન્સ રિટેલ અમેઝોનના ભારતીય ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સેલર બની શકશે.

 એફડીઆઈના નવા નિયમો પ્રમાણે, ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સામાન વેચનારી કંપનીઓમાં પ્લેટફોર્મની હિસ્સેદારી 26 ટકાથી વધારે હોઈ શકે નહીં. વધારે સ્ટેક ખરીદવા પર તેને ગ્રુપ કંપની ઘોષિત કરી દેવામાં આવશે અને સેલર પ્લેટફોર્મ પર સામાન વેચી શકશે નહીં.

સૂત્રો પ્રમાણે, અમેઝોનની રિલાયન્સ રિટેલમાં દિલચસ્પીના કારણે રિટેલરની કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ અને મોબાઈલ ફોનના માર્કેટમાં લીડિંગ પોઝિશન છે. તેની સાથે જ રિલાયન્સ રિટેલની ગ્રોસરી સ્ટોરના વિશાળ નેટવર્કથી અમેઝોનની ફૂડ એન્ડ ગ્રસરીના પોતાના પ્લાન પર આગળ વધવામાં મદદ મળી શકે છે. અધિકારીઓએ ક્હ્યુ છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પોતાનું કર્જ ઘટાડવા માટે કોઈ આંતરરાષ્ટ્રીય રિટેલર અથવા સ્ટ્રેટિજી ઈન્વેસ્ટર સાથે ડીલ કરવા માંગે છે.

જૂનના ત્રિમાસિક સમયગાળાના આખર સુધીમાં કંપની પર 2.88 લાખ કરોડ રૂપિયાનું કર્જ હતું. રિલાયન્સ રિલેટલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સબ્સિડિયરી છે. એક અધિકારી પ્રમાણે, રિલાયન્સ પણ (ડીલમાં) દિલચસ્પી દાખવી રહી છે. શરત છે કે વેલ્યૂએશન મેચ કરી જાય. બંને કંપનીઓનું માનવું છે કે હોડ કરવાથી સારું છે તાલમેલ બનાવવામાં આવે.જો કે એક અન્ય અધિકારીનું કહેવું છે કે બંને કંપનીઓમાં એવી કોઈ ચર્ચા થઈ રહી નથી.

Exit mobile version