Site icon hindi.revoi.in

સૌરવ ગાંગુલીની બાયોપિકમાં હૃતિક રોશન કરશે કામ ! પરંતુ દાદાએ રાખી આ શરત…

Social Share

મુંબઈ: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને સચિન તેંડુલકરના જીવન પર બનેલી મૂવીઝ સુપર હિટ રહી છે. હવે, આગામી દિવસોમાં ઘણા વધુ ક્રિકેટરો પર બાયોપિક બનાવવાની તૈયારી ચાલી રહી છે. ખાસ કરીને છેલ્લા એક વર્ષથી એવી ચર્ચા ચાલી રહી છે કે ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક બની રહી છે અને તેનો આ રોલ હૃતિક રોશન કરશે.

જો કે, હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ સૌરવ ગાંગુલીએ કહ્યું છે કે જો હૃતિક તેની ભૂમિકા ભજવવા માંગતો હોય તો તેણે તેના જેવી બોડી બનાવી પડશે. તેણે આ વાત ફિલ્મ એક્ટ્રેસ નેહા ધૂપિયા સાથેના ચેટ શો ‘નો ફિલ્ટર’માં કહી હતી.

હકીકતમાં નેહા ધૂપિયાએ સૌરવ ગાંગુલીને પૂછ્યું કે શું બાયોપિક બનાવવામાં આવી રહી છે. આના પર દાદાએ પૂછ્યું કે કોણ રોલ કરી શકે છે. આ અંગે એક્ટ્રેસએ કહ્યું કે મારા મતે હૃતિક રોશન. આ અંગે પ્રતિક્રિયા આપતા સૌરવ ગાંગુલીએ કહ્યું, તેઓએ પહેલા મારા જેવી બોડી બનાવી પડશે. હૃતિક રોશનની બોડીને લઈને ઘણા લોકો કહેશે કે,હૃતિકનું શરીર કેટલું સારું છે, તે કેટલું સુંદર દેખાય છે, અને તે કેટલું સ્નાયુબદ્ધ છે, લોકો કહેશે કે, અરે તમારે હૃતિક જેવી બોડી બનાવી પડશે. પરંતુ, હૃતિક કામ શરુ કરે તે પહેલાં તેને મારા જેવું બોડી બનાવવું પડશે.

નેહા ધૂપિયા સાથેની વાતચીતમાં સૌરવ ગાંગુલીએ તેના જીવન પર બાયોપિક બનાવવામાં આવી રહી છે તેની પુષ્ટિ કે ઇનકાર કર્યો ન હતો. હૃતિક રોશને સુપર 30 નામની બાયોપિકમાં કામ કર્યું છે જ્યાં તેણે આઈઆઈટીની તૈયારી કરાવનાર આનંદ કુમારની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ માટે તેણે તેનું વજન પણ ઓછું કર્યું હતું.

હાલમાં જ નેહા ધૂપિયાના શો પર સૈફ અલી ખાન, સોનુ સૂદ અને નીના ગુપ્તા આવી ચુક્યા છે, જ્યાં દરેક જણે તેમની પર્સનલ લાઇફને લગતી ઘણી વાતો જણાવી હતી.

સૌરવ ગાંગુલી ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન રહી ચુક્યા છે. વર્ષ 2000 માં તેણે ટીમ ઈન્ડિયાને મેચ ફિક્સિંગના તબક્કામાંથી બહાર કાઢી હતી. ત્યારબાદ વિદેશમાં ટીમની પ્રારંભિક જીતનો શ્રેય ગાંગુલીને જાય છે. ધોની કેપ્ટન બનતા પહેલા કેપ્ટનશીપના તમામ રેકોર્ડ ગાંગુલીના નામે હતા. વર્ષ 1996 માં ટીમ ઈન્ડિયા તરફથી પદાર્પણ કરનાર ગાંગુલીએ 113 ટેસ્ટ મેચોમાં 7212 રન બનાવ્યા છે. જ્યારે તેની 311 વનડેમાં 11 હજારથી વધુ રન છે.

_Devanshi

Exit mobile version