Site icon hindi.revoi.in

મુંબઈમાં 45 વર્ષ બાદ સૌથી વધુ વરસાદ, મલાડ દુર્ઘટનામાં 21ના મોત, બીએમસી પર ઉઠયા સવાલ

Social Share

મુંબઈ: મુંબઈમાં મૂસળધાર વરસાદ આફત બનીને તૂટી પડયો છે. મલાડમાં વરસાદના કારણે એક દીવાલના ધ્વસ્ત થવાની દુર્ઘટનામાં 21 લોકોના મોત નીપજ્યા છે. કાટમાળમાં જીવિત દેખાયેલી બાળકી સંચિતા પણ જિંદગીનો જંગ હારી ચુકી છે. હવામાન વિભાગનું માનીએ, તો મુંબઈમાં લગભગ 45 વર્ષ બાદ આવો વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદને કારણે જનજીવન ખરાબ રીતે પ્રભાવિત છે. રેલવે, વાયુ અને સડક પરિવહન પર તેની અસર સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

હવામાન વિભાગના ભારે વરસાદના અનુમાન બાદ સરકારે મંગળવારે જાહેર રજા ઘોષિત કરી હતી અને લોકોને ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપી હતી. તો વિપક્ષે બીએમસી પર સવાલો ઉઠાવ્યા છે. વિપક્ષી પાર્ટીઓનું કહેવું છે કે ભાજપ અને શિવસેના શાસિત બીએમસીએ જળભરાવ જેવી સ્થિતિનો સામનો કરવા માટે કોઈપણ નક્કર પગલા ભર્યા નથી.
અધિકારીઓએ કહ્યુ છે કે મુંબઈમાં મંગળવારે સવારે સાડા આઠ વાગ્યાથી પહેલા સુધી ગત 24 કલાક દરમિયાન સૌથી વધારે વરસાદ થયો છે. તેના પહેલા 26 જુલાઈ-2005ના રોજ મુંબઈમાં આવો જ જળપ્રલય જોવા મળ્યો હતો.

સાંતા ક્રુજમાં ભારત હવામાન વિજ્ઞાન વિભાગના મુંબઈ પ્રાદેશિક કેન્દ્રમાંથી મળેલા આંકડાને ટાંકીને એક અધિકારીએ જણાવ્યું છે કે ગત 24 કલાક દરમિયાન 375.2 મીમી વરસાદ થયો છે.

મુંબઈમાં 2005માં આવેલા પૂરને બાદ કરતા આ પાંચ જુલાઈ-1974 બાદ મહાગનરમાં એક દિવસમાં પડેલો સૌથી વધુ વરસાદ છે. સાંતાક્રૂઝ વેધસાળાએ તે દિવસે મુંબઈમાં 375.2 મીમી વરસાદ રેકોર્ડ કર્યો હતો.

ઉત્તરી ઉપનગર મલાડમાં એક દીવાલના ધ્વસ્ત થવાથી 21 લોકોના મોત નીપજ્યા અને 50થી વધારે લોકો ઘાયલ થયા છે. કાટમાળમાં ફસેયાલી 15 વર્ષીય સંચિતાને 12 કલાક બાદ બહાર કાઢવામાં આવી હતી. પરંતુ તેણે દમ તોડી દીધો હતો. બીએમસીએ ટ્વિટ કરીને જણાવયું હતું કે કાટમાળથી બચાવકર્મીઓએ એક મહિલા અને બાળકને બહાર પણ કાઢયા છે.

એનડીઆરએફના અધિકારીઓએ જણાવ્યુ છે કે મોડી રાત્રે લગભગ બે વાગ્યે પૂર્વ મલાડ વિસ્તારના પિમ્પરીપાડા ખાતે એક પરિસરની દીવાલ ધ્વસ્ત થઈ છે અને નજીકની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો તેની ઝપટમાં આવ્યા હતા.

તો પુણેના અમ્બેગાંવ વિસ્તારમાં એક શૈક્ષણિક સંસ્થાનની દીવાલ પાસે બનેલી અસ્થાયી ઝૂંપડપટ્ટી પર પડવાને કારણે છ મજૂરોના મોત નીપજ્યા છે. તો મંગળવારે સવારે થાણે જિલ્લાના કલ્યાણમાં એક દીવાલના ધ્વસ્ત થવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા છે.

ખરાબ હવામાનને કારણે મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 54 વિમાનોને અન્ય સ્થાનો પર મોકલવા પડયા હતા અને 52 વિમાનોના ઉડ્ડયન રદ્દ કરવામાં આવ્યા હતા. એરપોર્ટના એક પ્રવક્તાએ કહ્યુ છે કે મૂસળધાર વરસાદને કારણે જયપુરથી આવી રહેલી સ્પાઈસજેટની એક ફ્લાઈટ મુંબઈ એરપોર્ટના મુખ્ય રનવેથી લપસીને નીચે ઉતરી ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

મધ્ય રેલવેના પાટાઓ પર પાણી ભરાવાને કાણે કેટલાક માર્ગો પર જ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મધ્ય રેલવેને પ્રવક્તા સુનીલ ઉદાસીએ કહ્યુ છે કે આરપીએફના જવાનોની મદદથી મધ્ય રેલવેએ મધરાતે ચાલનારી ટ્રેન (લોકલ)માં ફસાયેલા હજારો પ્રવાસીઓને કાઢયા અને ઘણાં સ્ટેશનો પર ચ્હા, બિસ્કિટ અને અન્ય ખાદ્ય સામગ્રી પણ વહેંચી હતી.

મધ્ય રેલવેના અધિકારીએ કહ્યુ છે કે ભારે વરસાદને કારણે મધ્ય અને પશ્ચિમ રેલવેએ લાંબા અંતરની 20થી વધારે ટ્રેનોને રદ્દ કરી છે અથવા તેમને મુંબઈથી બહારના સ્ટેશનો પર જ રોકી દેવામાં આવી છે. વીજ કંપનીઓએ પણ સાવધાનીના ભાગ રૂપે મુંબઈના કેટલાક ઉપનગરીય વિસ્તારોમાં આપૂર્તિને સ્થગિત કરી છે.

બીએમસી પર સવાલ

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવિસે બીએમસી આફત નિયંત્રણ કક્ષની મુલાકાત લીધી અને સ્થાનિક નિગમ અધિકારીઓ સાથે મળીને સ્થિતિની સમીક્ષા કરી હતી. ફડણવિસે બીએમસી અને મુંબઈ પોલીસ અધિકારીઓ સાથે રેલવે, સડક વાહનવ્યવહાર અને આવા ક્ષેત્રોની સમીક્ષા કરી હતી, જ્યાં વધારે ધ્યાન અને સહાયતાની જરૂર છે. તેમણે કહ્યુ છે કે આપણે આગામી બે દિવસો સુધી સતર્ક રહેવાની જરૂર છે.

બીએમસીના એક અધિકારીએ કહ્યુ છે કે શહેરમાં સતત વરસાદને કારણે ચુનાભટ્ટી રેલવે સ્ટેશન અને વકોલા રોડ પાસે એરપોર્ટ કોલોની, વકોલા જંક્શન, પોસ્ટલ કોલોનીમાં પાણી ભરાવવાની જાણકારી મળી છે.

તેમણે જણાવ્યુ છે કે મીઠી નદીમાં પાણીની આવકને કારણે કોઈપણ અપ્રિય ઘટનાથી બચવા માટે 1000થી વધારે લોકોને ક્રાંતિનગર, કુર્લાથી હટાવવામાં આવ્યા છે. નૌસૈન્ય અધિકારીએ કહ્યુ છે કે ઉપનગરીય કુર્લામાં એનડીઆરએફ, નૌસેના અને ફાયરબ્રિગેડ વિભાગે એક સંયુક્ત અભિયાનમાં લગભગ 1000 લોકોને ત્યાંથી સુરક્ષિત કાઢીને આશ્રય સ્થાને પહોંચાડયા છે.

કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

કોંગ્રેસે મૂસળધાર વરસાદના કારણે મુંબઈના ઘણાં વિસ્તારોમાં જળભરવા થવાના મામલે મંગળવારે ભાજપ-શિવસેના ગઠબંધન પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે બંને પક્ષો ગત 25 વર્ષોથી ચોમાસા વખતે દેશની આર્થિક રાજધાનીને મજધારમાં છોડી દે છે.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ આ સવાલ પણ કર્યો કે શું ભાજપ અને શિવસેના વરસાદમાં મુંબઈની આવી સ્થિતિની જવાબદારી લેશે ? તેમણે ટ્વિટ કરીને કહ્યુ છે કે સત્તાના નશામાં ચૂર અક્ષમ અને ભ્રષ્ટ શિવસેના-ભાજપ ગઠબંધન ગત 25 વર્ષોથી ચોમાસામાં મુંબઈને મજધારમાં છોડી દેતા રહ્યા છે.

Exit mobile version