Site icon hindi.revoi.in

કોલકત્તામાં ભારે વરસાદઃ એરપોર્ટ પર વિમાનસેવા ખોળવાય

Social Share

દેશભરમાં ચોમાસાની ઋતે માજા મુકી છે ત્યારે દેશના અલગ અલગ રાજ્યોમાં ભારે વરસાદના કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે વરસાદ ને કારણે વિજળી પડવાની ઘટના પણ સામે આવી છે,પશ્વિમ બંગાળના કોલકત્તા હવાઈ અડ્ડાપર ઉડાનના સંચાલનમાં બાધા આવી છે.અતિભારે વરસાદના કારણે કોલક્તા હવાઈ મથક પર આવનારા 4 વિમાનોને અટકાવવામાં આવ્યા હતા,  સિવાઈ 5થી વધુ વિમાન પોતાના નક્કી કરેલા સમય મુજબ ઉડાન નહોતી ભરી શકી.આ વિમાનોએ લાંબા સમયની રાહ જોવી પડી હતી.

કોલકત્તા જ નહી વરસાદે અને પૂરે પુરા ભારતમાં હાહાકાર મચાવ્યો છે,મધ્ય પ્રદેશના કેટલાક જીલ્લાઓમાં આ સમયે ભારે વરસાદ વરસી રહ્યો છે,ત્યારે કેટલાક વિસ્તારો ટાપુમાં ફેરવાયા છે, સતત વરસી રહેલા વરસાદે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત કર્યું છે.

મધ્ય પ્રદેશ,ઉત્તર પ્રદેશ અને બિહાર સિવાય વરસાદના કારણે પહાડી વિસ્તારોમાં પમ વરસાદે માજા મુકી છે,નદીઓના સ્તર વધવાથી નદી સપાસના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે,સાથે પહાડો તુડવાની ઘટનાઓ પણ બનતી રહેતી હોય છે,ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ રુદ્રપ્રયાગમાં અલકનંદા નદીમાં ભારે પૂર છે. અલકનંદા અને મંદાકિનીના સંગમ પર ઘણા ઘાટ પાણીમાં ડૂબ્યા છે ત્યારે ભોલેનાથની 25 ફૂટની મૂર્તિ ગળા સુધીના પાણીમાં ડૂબી ગઈ છે.

હવામાન વિભાગે આવનારા 48 કલાકમાં ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી આપી છે . રુદ્રપ્રયાગમાં પર્વત તૂટવાના કારણે લોકોમાં હાહાકાર મચવા પામ્યો  છે, ત્યારે ચમોલીમાં મુશળધાર વરસાદથી ડર ફેલાયો છે.

પહાડી વિસ્તારો ઉપરાંત, કેરળથી કર્ણાટક સુધી દક્ષિણ ભારતમાં તબાહી મચાવવામાં કી બાકી રહ્યું નથી,કૃષ્ણ નદીના પ્રકાશન બેરેજમાંથી પ્રચંડ પાણી છોડવામાં આવ્યું છે. આ બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે જેને લઈને હવે ગામડાઓમાં પૂરનો મોટો ભય જોવા મળી રહ્યો છે, લોકોના જીવ અધ્ધર થઈ ગયા છે.

Exit mobile version