1. Home
  2. revoinews
  3. રાજ્યમાં વરસાદી માહોલઃ ગીરસોમનાથ અને અમરેલીમાં ધોધમાર વરસાદ
રાજ્યમાં વરસાદી માહોલઃ ગીરસોમનાથ અને અમરેલીમાં ધોધમાર વરસાદ

રાજ્યમાં વરસાદી માહોલઃ ગીરસોમનાથ અને અમરેલીમાં ધોધમાર વરસાદ

0
  • કોડીનારમાં 6 ઈંચ વરસાદ વરસ્યો
  • ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદઃ સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં સવારથી મેઘરાજા મહેરબાન થયાં છે. બે કલાકના સમયગાળામાં જ ગીર સોમનાથના વેરાવળમાં દોઢ ઈંચ અને અમરેલીના જાફરાબાદમાં અડધા ઈંચથી વધારે વરસાદ વરસ્યો હતો. જો કે, 24 કલાક દરમિયાન રાજ્યના 89 તાલુકામાં વરસાદ નોંધાયાં હતો. ગીરસોમનાથના કોડીનારમાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે જાફરાબાદમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. હજુ કોડીનાર અને જાફરાબાદમાં વરસાદ વરસી રહ્યો છે.

રાજ્યમાં 24 કલાકમાં 89 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના કોડીનારમાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરના લખતરમાં પણ સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. અમરેલીના વાડિયા અને બાબરામાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન ૧૨ તાલુકામાં 2 ઈંચ કે તેથી વધારે વરસાદ નોંધાયો હતો. 22 તાલુકામાં 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો હતો. આજે સવારે બે કલાક દરમિયાન રાજ્યના પાંચ તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના કોડીનારમાં 1.5 ઇંચ જેટલો વરસાદ અને ગીર સોમનાથના જ સૂત્રાપાડામાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.