Site icon hindi.revoi.in

રાજધાની દિલ્હીમાં પ્રદુષણને લઈને હેલ્થ એલર્ટ – ડોક્ટરોએ બીન જરુરી બહાર ન નીકળવા સલાહ-સુચનો આપ્યા

Social Share

 

દિલ્હી :- રાજધાની દિલ્હીમાં ગુરુવારના રોજ પ્રદુષણ ગંભીર સ્થિતિમાં જોવા મળ્યું હતું, આ બાબતે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની વાયુ માનક સંસ્થા સફર  ચેતવણી આપી હતી, સંસ્થાએ કહ્યું કે, દિલ્હીના રહેવાસીઓ એ કામ હોવા પર જ બહાર નીકળવું જોઈએ, આ સાથે જ દિલ્હીની જુદી જુદી હોસ્પિટલોના ડોક્ટરોએ પણ સ્વાસ્થ્યને લઈને હેલ્થ એલર્ટ જારી કર્યું છે.

ગુરુવારના રોજ દિલ્હીમાં, પીએમ 10 સ્તર સવારે આઠ વાગ્યે લગભગ 560 માઇક્રોગ્રામ ધન મીટર નોંધાયું હતું.આ દિવસ પહેલા અંદાજે 15 વર્ષ પહેલા નવેમ્બરમાં 637 નોંધાયું હતું. 100 ગ્રામ પ્રતિ ઘન મિટરથી ઓછું હોવા પર પીએમ 10 સ્તરને સુરક્ષિત માનવામાં આવે છે. પીએમ 10  એટલે તે ખૂબ  જ સૂક્ષ્મ હોય છે જેનો  વ્યાસ 10 માઇક્રોમીટરથી પણ ઓછો હોય છે.

અર્થાન તેની કદ ક્ષમતા ઓછી હોવાના કારણે તે સરળતાથી શરીરમાં પ્રવેશ કરે છે, આ સાથે જ શરીરમાં અનેક રોગ ઉત્પન્ન કરે છે, પીએમ 2.5 પણ 336 નોંધાયો છે. જે 60 ગ્રામ પ્રતિ ઘનમિટરથી ઓછા થવા પર સુરક્ષિત ગણવામાં આવે છે, પીએમ 2.5 સરળતાથી શરીરમાં પ્રવશે છે જેને કારણે શરીરની તંદુરસ્તી બગડે છે અને એનકે નાની માટી બિમારીઓને જન્મ આપે છે,

 સરકારે અને ડોક્ટરોએ દિલ્હીના લોકોને આપી આ સલાહો

એઈમ્સ હૃદયરોગ વિભાગના ડો.સંદીપ મિશ્રાએ આ સમગ્ર બાબતે જણાવ્યું હતું કે પ્રદુષણની સીધી અસર હૃદય પર પડે છે. જ્યાં વધુ પ્રદૂષણ હોય છે, તેની અસર  હ્રદય પર વધુ જોવા મળે છે. તેથી, હૃદયના દર્દીઓને હાલની સ્થિતિને લઈને ખાસ જાગૃત રહેવાની સલાહ આપવામાં આવી છે. તેમણે ખૂબ જ અગત્યનું કામ હોય તો જ ઘરની બહાર નીકળવાની સલાહ આપી હતી. દવાઓનું નિયમિત સેવન પણ જરૂરી હોવાનું કહેવાય છે.

સાહીન-

 

Exit mobile version