- સમગ્ર દેશમાં કોરોના બન્યો બેકાબુ
- માથાથી પગ સુધી અસર કરે છે કોરોના
- વગર લક્ષણ વાળા પણ કોરોનાથી સંક્રમિત
- માથાનો દુખાવો, ચક્કર આવવા પણ કોરોના ના લક્ષણો
અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના બેકાબુ બન્યો છે. આ મહામારી આવ્યાને વધુ સમય વીતી ચુક્યો છે,પરંતુ તેનો કહેર ઓછો થવાને બદલે વધી રહ્યો છે. આ મહામારીની ઝપેટમાં અત્યાર સુધીમાં કરોડો લોકો આવી ચુક્યા છે, જેમાં ઘણાં લોકોની મજબૂત રોગપ્રતિકારક શક્તિને લીધે સાજા થયા છે તો કેટલાકે નબળા શારીરિક સ્વાસ્થ્યને કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.
મહામારી માથાથી પગ સુધીના આખા શરીરને અસર કરે છે. કોરોના કોઈ પણ વયના વ્યક્તિમાં કોઈ લક્ષણો વિના થઇ શકે છે, તે સામાન્ય રીતે સંક્રમિત વ્યક્તિના સ્પર્શ, છીંક અથવા ઉધરસ દ્વારા ફેલાય છે. આ વાયરસથી સંક્રમિત વ્યક્તિને હળવો તાવ, ઉધરસ, માથું ભારે થવું વગેરે જેવા લક્ષણો અનુભવી શકે છે. જો કે, એવું જરૂરી નથી કે, તાવ, ઉધરસ જેવા લક્ષણો ધરાવતા લોકો કોરોનાથી સંક્રમિત હોય. ઘણી વખત આવા લક્ષણો સામાન્ય ફ્લૂમાં પણ જોવા મળે છે.
કોરોનાથી એવા પણ ઘણા લોકો સંક્રમિત થઇ રહ્યા છે, જેમનામાં આ બીમારી સાથે સંકળાયેલ એક પણ લક્ષણ નથી. તો ઘણા લોકોને તેના લક્ષણોથી બિલકુલ વિરુદ્ધ લક્ષણ નજરે આવી રહ્યા છે, ઘણા કોરોના સંક્રમિત લોકોને સ્વાદમાં ઘટાડો, અતિશય માથાનો દુખાવો અને ગંધ ન આવે તેવા લક્ષણો જોવા મળે છે. આમાંથી, અનુમાન લગાવી શકાય છે કે કોરોના માત્ર શ્વાસ સંબધિત સમસ્યાઓનું કારણ નથી, તે સમગ્ર નર્વસ સિસ્ટમને પણ અસર કરે છે.
એનલ્સ ઓફ ન્યુરોલોજીમાં હાલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, કોરોનાના મોટાભાગના દર્દીઓએ માથાનો દુખાવો, ચક્કર આવવા, સ્ટ્રોક અને સતર્કતામાં ઘટાડો જેવા ન્યુરોલોજીકલ લક્ષણો જોયા છે, જોકે પ્રથમ સૂકી ઉધરસ, ગળામાં દુખાવો અને તાવને કોવિડ-19ના અન્ય લક્ષણો માનવામાં આવ્યાં છે. અભ્યાસના શોધકર્તા મુજબ, કોરોના દર્દીઓએ ગંધ અને સ્વાદની અસમર્થતા જેવા ન્યુરોલોજીકલ સંકેતોની નોંધ લીધી છે.
શોધકર્તાઓ એ કોવિડ -19ના ન્યુરોલોજીકલ લક્ષણોને સમજવા માટે કોવિડ 19 દર્દીઓ પર સંશોધન કર્યું, તેમાં કહેવામાં આવ્યું હતું કે તાવ, ઉધરસ અથવા શ્વાસ સંબંધી સમસ્યાઓ થાય તે પહેલાં દર્દીઓમાં ન્યુરોલોજીકલ લક્ષણો શરૂઆતમાં જોવા મળે છે. એટલે કે જો કોઈ દર્દી માથાનો દુખાવો, ચક્કર, સ્ટ્રોક અને સતર્કતામાં ઘટાડો જેવા લક્ષણો બતાવે છે, તો તેને કોરોના વાયરસ થઈ શકે છે. સામાન્ય લોકો અને ડોકટરોએ આ વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે હવે મોટાભાગના કિસ્સાઓમાં પૂર્વનિર્ધારિત લક્ષણો જોવા મળતા નથી.
_Devanshi