Site icon hindi.revoi.in

કોંગ્રેસથી મોહભંગ થયા બાદ એચ. ડી. દેવેગૌડાએ કહ્યુ- જેડીએસ એકલાહાથે લડશે 15 બેઠકોની પેટાચૂંટણી

Social Share

નવી દિલ્હી : જેડીએસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ વડાપ્રધાન એચ. ડી. દેવેગોડૌએ સ્પષ્ટતા કરી છે કે તેઓ કોંગ્રેસની સાથે મળીને પેટાચૂંટણી લડવાના નથી. દેવેગૌડાએ 15 બેઠકો પર એકલાહાથે પેટાચૂંટણી લડવાનું એલાન કર્યું છે. એચ. ડી. દેવેગૌડાએ કહ્યુ છે કે મહાગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહેલા એચ. ડી. કુમારસ્વામી પહેલા જ ઘોષણા કરી ચુક્યા છે કે અમે તમામ 15 બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છીએ છીએ. કોંગ્રેસના હાથે તેમને જે પીડા થઈ છે, હવે તે આમ ઈચ્છતા નથી.

દેવેગૌડા પહેલા પણ કહી ચુક્યા છે કે અમે પહેલાવાળી ભૂલ ફરીથી કરીશું નહીં, હવે અમે તમામ ચૂંટણી એકલાહાથે જ લડીશું.

કર્ણાટકમાં ગત વર્ષ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેડીએસ અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી અને બાદમાં સરકાર બનાવી હતી. એચ. ડી. કુમારસ્વામીને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. પરંતુ જુલાઈમાં સરકાર પડી ગઈ હતી. તેના પછી ભાજપના બી. એસ. યેદિયુરપ્પાના નેતૃત્વમાં સરકાર બનાવી છે.

મહત્વપૂર્ણ છે કે શનિવારે ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભાની 15 બેઠકો પર ચૂંટમી કાર્યક્રમની ઘોષણા કરી  છે. ચૂંટણી પંચે અથાની, ખગવાડ,ગોકક, યેલ્લાપુર,હિરેકપુર, રાનીબેન્નૂર, વિજયનગર, ચિકબાલપુર, કેઆર પુરા, યશવંતપુરા, મહાલક્ષ્યમી લાઓટ,શિવાજીનગર હોસાકોટે, કૃષ્ણરાજપેટ અને હુંસુર વિધાનસભા બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ ઘોષિત કર્યા છે.

Exit mobile version