Site icon Revoi.in

દેશની સૌથી ધનિક ગણાતી મહિલાએ સંભાળી HCLના નવા ચેરપર્સનની જવાબદારી-રોશની નાડર મીડિયા લાઈનથી બિઝનેસ સુધી

Social Share

ભારતની સૌથી અમીર ગણાતી મહીલા રોશની નાડર એ પોતોના પિતા શિવ નાડરનું સ્થાન ગ્રહણ કર્યું છે,જી હા HCL કંપનીની નવી ચેરપર્સનનો હોદ્દો હવે રોશની નાડર એ સંભાળ્યો છે,આત્મવિશ્વાસથી ભરપૂર અને પોતાની કુશળતાને લઈને રોશની નાડર નામ સમગ્ર વિશ્વમાં જાણીતું નામ છે.દિલ્હીમાં ઉછળેલી 38 વર્ષિય રોશની નાડર તેના પિતાની એક ને એક સંતાન છે,જેનો અભ્યાસ ખુબજ જાણીતી પબ્લિક સ્કુલ વસંત વેલીમાંથી થયો છે,શરુઆતથી જ રોશનીને ફિલ્મ,ટીવી રેડીયો તરફ આકર્ષણ ખુબ જ આકર્ષણ હતુ.

મીડિયા સાથેના આગવા લગાવ અને તેના રસ એ તેને અમેરીકા જવા પ્રેરીત કરી અને ત્યા જઈ રોશનીએ નોર્થવેસ્ટર્ન યૂનિવર્સિટિમાંથી કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએશન પુરુ કર્યું,અભ્યાસ પૂર્ણ થયા બાદ તેણે એક ચેનલમાં ઈન્ટર્નશીપ પણ કરી,બસ આજ સમયગાળા દરમિયાન તેનું કરીયર આગળ વધ્યું,અહીથી તે લંડનના સ્કાઈ ન્યૂઝ સાથે સંકળાય અને મીડિયામાં કાર્ય કરવાનું શરુ કર્યુ.જો કે તેણે આગળનો અભ્યાસ જર્નલિસ્ટના ફિલ્ડમાં ન કરતા બિઝનેસ લાઈનમાં કર્યો.

જો કે,રોશનીના પિતાની ખુબ ઈચ્છા હતી કે તે દેશમાં રહીને કાર્ય કરે ત્યાર બાદ તેના પિતાના કહેવાથી તેણે પોતોના વતનમાં વાપસી કરી,ત્યાર બાદ તેણે મીડિયા લાઈનમાં માસ્ટરી ન કરતા બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટરી મેળવી,ત્યાર બાદ રોશનીએ HCL સાથએ જોડાતા પહેલા અનેક જુદી જદુદી કંપનીઓમાં કાર્ય કરીને પોતાની આગવી ઓળખ બવાની હતી.

HCL સાથે જાડાયા બાદ માત્ર એકવર્ષના સમયમાં જ HCL કોર્પોરેશનના કાર્।કારી ડાયરેક્ટર અને સીઈઓના સ્થાને પ્રગતિ મેળવી હતી,માત્ર 27 વર્ષશની વયેજ રોશની નાડર એ વર્શષ 2009મા આ કંપનીનું સીઈઓ પદ ગર્હણ કર્યું હતું,ત્યાર બાદ તેનું નામ સમગ્ર વિશ્વમાં ચર્ચિત થયુ આજે વિશ્વમાં તેઓ એક ઘનિક મહિલાથી ઓળખાતી થઈ છે.

કંપનીની ચેરપર્સન બનતા પહેલા આ કંપનીની કેટલીક જવાબદારીઓ રોશનીએ સંભાળઈ છે,વર્ષ 2010મા તેણે એચસીએલ હેલ્થ કેરમાં વાઈસ ચેરમેન પદ પર કાર્યરત શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા જો કે હાલ આ ધનિક મહિલાના બે સંતાનો છે,છત્તા પણ તે તેના કાર્યક્ષેત્રે ખુબ જ આગળ રહે છે,

વિશ્વમાં ખુબ જ જાણીતી ફોર્બ્સ મેગેઝિનએ વર્ષ 2017, 2018 અને 2019 માં સતત ત્રણ વર્ષ સુધી વિશ્વની સૌથી તાકાતવર મહિલાઓની યાદીમાં રોશની નાડરના નામનો ઉલ્લેખ કર્યો છેરોશની માત્ર વ્યવસાયના ક્ષેત્રમાં જ નહીં પણ સંગીતના ક્ષેત્રમાં પણ રસ ધરાવે છે,તેણે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પણ લીધુ છે. તે આર્થિક રીતે કમજોર બાળકો માટે એક સંસ્થા પણ ચલાવે છે. વિદ્યાજ્ઞાન નામથી ચાલતી આ સંસ્થાના તેઓ આ એકેડેમીના અધ્યક્ષ પણ છે, ત્યારે હવે વિશ્વની તાકાતવર મહિલાઓમાંથી એક ગણાતી રોશની નાડર એ એચસીએલ અધ્યક્ષની જવાબદારી પણ પોતાના શીરે ઉપાડી લીધી છે.

સાહીન-