સેનાના અધિકારીઓને વોટ્સએપ ગૃપમાંથી બહાર નીકળી જવાની સુચના
સેના પર મંડાઈ રહ્યો છે સાયબર ખતરો
ખાનગી માહિતીને વોટ્સએપ પરથી હટાવાની માહિતી અપાઈ
ભારતની ખાનગી એજન્સીના જણાવ્યા મુજબ પાકિસ્તાનની ખાનગી એજન્સીઓ ભારત સેનાના જવાનોના વોટ્સએપ પર નજર રાખી રહી છે,સેનાના જવાનોની પ્રોફાઈલનું મોનિટરિંગ પણ કરી રહી હોવાની વાત બહાર પડતાની સાથે જ દરેક સેનાના જવાનોને વોટ્સએપ સાવચેતી પુર્વક વાપરવાની સુચના આપી દેવામાં આવી છે, તે ઉપરાંત કોઈ પણ પ્રકારની ખાનગી વાત કે પોતાના પરીવારને લગતી વાતચીત વોટ્સએપ પરથી હટાવવા કહેવામાં આવ્યું છે
પાકિસ્તાનની હરકતને નજર અંદાજ ન કરતા સેનાના અધિકારીઓ એ દરેક જવાનને વોટ્સએપ ગૃપમાંથી બહાર થઈ જવા કહ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ એ સેનાના જવાન માટે વોટ્સએપ યૂઝ કરવાની ગાઈડ લાઈન પણ બહાર પાડી છે જેને લઈને દરેક જવાન સાવચેત રહે અને સુરક્ષીત રહે.
ભારતીય ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ પાકિસ્તાની નજર હાલ સેનાના વોટ્સએપ પર છે કેટલાક ગૃપમાં તો ઘૂંસપેઠ પણ કરી ચુક્યા છે, હવે તે ઓફિસરોની વાતચીત પર મીટ માંડીને બેસ્યા છે. જેને લઈને દરેકને સાવધાન થઈ જવાની સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની જાણકારી શેર ન કરવા તેમજ કોઈ પણ પ્રકારની પોસ્ટને વાયરલ ન કરવા કહેવામાં આવ્યું છે અને જો જરુરત પડશે તો દરેક અધિકારીઓના ફોન પમ જમા કરાવી લેવામાં આવશે, પોતાના પરીવાર સાથે નાના નાના ગૃપથી સંપર્ક રાખી શકાશે તથા પરિવારને પણ કહેવામાં આવ્યું છે કે સેનાને લાગતી વળગતી કોઈ પણ માહિતી સોશ્યલ મિડિયામાં પોસ્ટ ન કરે ઉપરાંત સેનાના ડ્રેસમાં તોના ફોટોઝ પણ શેર ન કરે .
આ સાથેક સેનાના એક જવાનને ઈમેલ આવ્યો હતો જેમાં ઈમેલ ન ખોલવા પર પોતાની દિકરીનો વિડિયો વાયરલ કરવાની ધમકી ઉચ્ચારી હતી જેને લઈને સેનાની ટીમ સતત કર્યરત બની છે અને નાની નાની બાબતોનું ધ્યાન રાખવાના સુચનો આપવામાં આવ્યા છે.