નવી દિલ્હી: પોતાના વિવાદીત નિર્ણયો માટે બદનામ ખાપ પંચાયતોમાં હવે સામજીક કુરીતિઓના ખાત્માને લઈને ચર્ચા થવા લાગી છે.
હરિયાણાના ખેડાની ખાપ પંચાયતે નિર્ણય કર્યો છે કે જાતિના સ્થાને ગામના નામને સરનેમ તરીકે વાપરવામાં આવે.
ખાપ પંચાયતના પ્રવક્તા ઉદયવીર બરસોલાએ હરિયાણાના જિંદમાં થઈ રહેલી એક બેઠક દરમિયાન કહ્યુ છે કે પંચાયત જાતિ પ્રથાના ઝેરને સમાપ્ત કરવા માટે આ નિર્ણય લઈ રહી છે.
તેમણે કહ્યુ છે કે જાતિ પ્રથાના દંશથી બચવા માટે લોકો પોતાના નામની આગળ પોતાની જાતિનો અટકમાં ઉપયોગ કરે નહીં.
ઉદયવીર બરોસલાએએ લોકોને અપીલ કરી છે કે પોતાની જાતિના સ્થાને લોકો પોતપોતાના ગામના નામને સરનેમની જેમ વાપરે.