Site icon Revoi.in

હિંદુઓથી માર ખાધો? તેમને ગોળી કેમ મારી નહીં? તમે મુસ્લિમ સમુદાય પર એક ધબ્બો છો!: હરિયાણાના જજ ફખરુદ્દીન

Social Share

જિલ્લા બાર એસોસિએશન, ચરખી દાદરી,  હરિયાણાના વકીલોના એક જૂથ દ્વારા લખવામાં આવેલો એક પત્ર સામે આવ્યો છે. તેમાં તેમણે પીઠાસીન અધિકારી ફખરુદ્દીન પર આરોપ લગાવ્યો છે કે તેમણે એક મામલાની સુનાવણી દરમિયાન મુસ્લિમ અરજદારોને હિંદુઓની વિરુદ્ધ ઉશ્કેરણી કરનારી વાતો કહી હતી.

વકીલોનો આરોપ છે કે 20મી ઓગસ્ટે રાજ્ય વિરુદ્ધ પરવિન્દર મામલાની સુનાવણી ચાલી રહી હતી, તેમા ફરિયાદકર્તા અને સાક્ષી બંને યુપીના બુલંદશહરના વતની મુસ્લિમ હતા. ઈન્ડિયન પીનલ કોડની કલમ- 365 (અપહરણ અને ખોટો કારાવાસ), કલમ-379-બી (ચોરી) હેઠળના મામલા નોંધવામાં આવ્યા હતા.

સાક્ષીઓથી દુશ્મની નિભાવવાની અવેજમાં ન્યાયાધીશે વકીલોને આ મામલામાં દરેક સાક્ષીને 1000 રૂપિયા આપવા માટે કહ્યુ. સુનાવણી દરમિયાન પીઠાસીન અધિકારીએ એમ કહીને સાક્ષીઓને વઢયા કે અન્ય (હિંદુ) સમુદાયના સદસ્યો દ્વારા મારવામા આવતા તે (મુસ્લિમ) મુસ્લિમ સમુદાય પર એક ધબ્બો છે. જજ સાહેબે ગુસ્સામાં સવાલ કર્યો કે તેમણે પોતાના વિરોધી (જે આ મામલામાં હિંદુ હતા)ને ગોળી કેમ મારી દીધી નહીં?

પીઠાસીન ન્યાયાધીશ ફખરુદ્દીને હિંદુઓ પર તીખો શાબ્દિક હુમલો કરતા સાક્ષીઓને કહ્યુ કે તેઓ આગલીવાર પિસ્તોલ સાથે કોર્ટમાં આવે.

પત્ર પ્રમાણે, ન્યાયાધીશે હિંદુઓ સંદર્ભે કહ્યુ કે તેમની પાસે એવી કોઈ તાકાત નથી કે જેનાથી તેઓ મુસ્લિમો સામે ટકી શકે. તેમણે કહ્યુ છે કે તમે એક પિસ્તોલ સાથે આવો. હું અહીં છું. દરેક વાતની જવાબદારી હું લઈશ.

પત્ર લખનારા વકીલોએ આ મામલામાં ઝડપથી કાર્યવાહીનો અનુરોધ કર્યો છે. સાથે તેમણે વિલંબિત મામલાને ટ્રાન્સફર કરવાની પણ માગણી કરી છે, કારણ કે તેમને વિશેષ અદાલતમાં ન્યાયની કોઈ આશા નથી. આ ફરિયાદ પત્રની કૉપી સીજેઆઈ રંજન ગોગોઈ, કાયદા અને ન્યાય પ્રધાન રવિશંકર પ્રસાદ, બાર કાઉન્સિલ ઓફ પંજાબ એન્ડ હરિયાણા અને બાર કાઉન્સિલ ઈન્ડિયાના અધ્યક્ષને મોકલવામાં આવી છે.