- સીએમ ખટ્ટરનો વીડિયો વાયરલ
- બીજેપી નેતા બોલ્યાઃ-‘ગર્દન કાટ દૂંગા તેરી’
- હરીયાણાના સીએમ ખટ્ટર વારંવાર ચર્ચામાં આવતા હોય છે
- ખટ્ટરનો ગુસ્સા પર ન રહ્યો કાબુ
- બીજેપી નેતાએ ખટ્ટરની માંફી માંગી
- પારંપારિક ટોપી પહેરાવતા સીએમને આવ્યો ગુસ્સો
- ગુસ્સામાં કહી દીધુ,’ખસીજા અહિયાથી’
હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે,આ વીડિયોમાં તેઓ હાથમાં ફરસો લઈને ઊભા છે, જેમાં ખટ્ટર આ ફરસો લઈને જનતાને કહી રહ્યા છે કે , આ ફરસો દુશ્મનોનો નાશ કરવા માટે છે, આ સમય દરમિયાન બીજેપીના જ ક નેતાએ સીએમ ખટ્ટરને પારંપારીક ટોપી પહેરાવવાનો પ્રયત્ન કર્યો હતો,જો કે આ વાત સીએમ ખટ્ટરને ન ગમી,બીજેપી નેતાએ ખટ્ટરના માથે ટોપી પહેરાવા જતા જ ખટ્ટરનો ગુસ્સો સાતમાં આસમાને પહોચ્યો અને ખટ્ટરે નેતાને ગળુ કાપી નાખવાની ધમકી આપી દીધી.
જ્યારે હરિયાણામાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મનોહર લાલ ખટ્ટર ચૂંટણી સભા અને રેલીનુ સંબોધન કરી રહ્યા હતા, બુધવારે તેમણે જાહેર આશીર્વાદ રેલી પણ યોજી હતી. તેમના સંબોધન દરમિયાન તેમણે તેમના જ નેતાને આ ધમકી આપી હતી.
આ વાયરલ થયેલા વીડિયોમાં સીએમ મનોહર લાલ ખટ્ટર કહી રહ્યા છે કે,”ગળું કાપી નાખીશ તારુ, ખસી જા અહિયાથી”,ત્યારે આ વાતને લઈને બીજેપી નેતા ખટ્ટર પાસે માફી માગે છે, આ વીડિયો કોંગ્રેસના વરિષ્ટ નેતા રણદીપ સિંહ સુરજેવાલાએ પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
કોંગ્રેસના પ્રવક્તાએ સીએમ પર નિશાન સાધતા કહ્યું કે ,ગુસ્સો અને અહંકાર આરોગ્ય માટે હાનિકારક છે,ખટ્ટર સાહેબને ગુસ્સો કેમ આવે છે,ફરસો લઈને પોતાના જ નેતા ને કહ્યુ કે, ગળું કાપી નાખીશ તારુ,તો પછી જનતા સાથે તો શું કરશે,
આ પહેલી વાર નથી કે જ્યારે હરીયાણાના સીએમ ખટ્ટરે આ પ્રકારનું વર્તન કર્યું હોય, આ પહેલા પણ સીએમ ખટ્ટર સાહેબે કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન જનતા જ્યારે તેમના પર ફૂલો વરસાવી રહી હતી ત્યારે એક યૂવકે તેમના સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કર્યો હતો અને યૂવકે જેવો ફોન હાથમાં લીધો કે ખટ્ટર સાહેબ ગુસ્સમાં આવી ગયા અને યૂવકને ધક્કો માર્યો. ત્યારે આ પહેલા ફેબ્રૂઆરી મહિનામાં એક વૃદ્ધ દંપતિ 19 લાખ રુપિયાની છેતરપિંડીનો કેસ લઈને ખટ્ટર સાહેબ પાસે આવ્યા હતા ત્યારે ખટ્ટર સાહેબ તેમના પર ચિલ્લાઈ ઉઠ્યા હતા.