- કોરોના કાળમાં વિધાનસભાના સત્રની શરુઆત
- આજથી હરિયાણા વિધાનસભા સત્ર શરુ
- સ્પીકર,સીએમ તથા અનેક ઘારાસભ્યો કોરોનાગ્રસ્ત
કોરોના મહામારી વચ્ચે પણ આજથી હરિયાણા વિધાનસાભાનું સત્ર શરુ થઈ રહ્યું છે, જો કે આ તમામ બાબત વચ્ચે એક મોટો પડકાર એ છે કે, રાજ્યના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર અને હરિયાણા વિધાનસભાના સ્પીકર અને પંચકૂલાના એમએલએ જ્ઞાન ગુપ્તા કોરોના પોઝિટિવ છે, સ્પીકરના પોલિટિકલ સેક્રેટરી પણ કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે, તો બીજી તરફ અન્ય 6 લોકો કે જેઓ વિધાનસભાના કર્મીઓ છે તેઓ પણ કોરોના ગ્રસ્ત છે.
ઉલ્લેખનીય છે કે, હરિયાણા વિધાનસભાના સ્પીકર વિતેલી 24 ઓગસ્ટના રોજ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને હવે આ સમગ્ર કોરોના વચ્ચે વિધાનસભા સત્ર પણ શરુ થઈ રહ્યું છે.જો કે ખટ્ટર પહેલાં કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતનો કોરોના રુપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો, આ સમય દરમિયાન, ખટ્ટરે શેખાવત સાથેની બેઠકમાં ભાગ લીધો હતો, ત્યારબાદ ખટ્ટરે પોતાને ક્વોરોન્ટાઈન કરી દીધા હતા,ત્યાર બાદ ખટ્ટરનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા તેઓ પોઝિટિવ જોવા, હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમની તબિયકત સ્વસ્થ જોવા મળી છે.
મુખ્યમંત્રી અને સ્પીકર ઉપરાંત હરિયાણા સરકારના ધારાસભ્યો, પ્રધાનો પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે, પરિવહન મંત્રી મૂળચંદ શર્મા, ધારાસભ્ય અસીમ ગોયલ, ધારાસભ્ય રામ કુમાર કશ્યપ, ધારાસભ્ય હરવિન્દ્ર કલ્યાણ અને ધારાસભ્ય લક્ષ્મણ નાપા પણ કોરોના પોઝિટિવ છે.
સાહીન-