Site icon hindi.revoi.in

21 ઓક્ટોબરે ચૂંટણી : હરિયાણાનો રાજકીય મિજાજ અને સમીકરણ

Social Share

મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણીઓનું આજે એલાન થઈ ગયું છે. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે મતદાન અને 24 ઓક્ટોબરે મતગણતરી થશે. ચૂંટણી પંચના એલાન સાથે જ બંને રાજ્યોમાં ચૂંટણી આચારસંહીતા લાગુ થઈ ચુકી છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધનની સરકાર છે. જ્યારે હરિયાણામાં ભાજપ પોતાના દમ પર સરકારમાં છે. ભાજપ ફરી એકવાર બે રાજ્યોમાં કમળ ખિલવવાની કવાયતમાં છે. તો વિપક્ષી દળ સત્તામાં વાપસી માટે બેતાબ દેખાઈ રહ્યા છે.

હરિયાણાનો રાજકીય મિજાજ

હરિયાણાની કુલ 90 વિધાનસભા બેઠકો પર ઉમેદવારોની કિસ્મતનો ફેંસલો લગભગ એક કરોડ 83 લાખ મતદાતા કરશે. તેમા 98 લાખ 33 હજાર 323 પુરુષ અને 84 લાખ 65 હજાર 152 મહિલા મતદાતાઓ છે.

મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરના નેતૃત્વમાં ભાજપ સતત બીજી વખત સત્તામાં આવવાની કવાયતમાં લાગેલું છે. ભાજપ મિશન-75 પ્લસના લક્ષ્યને લઈને ચાલી રહ્યું છે. તો કોંગ્રેસે ચૂંટણી પહેલા પોતાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડા અને કુમારી શૈલજાને આગલ રાખ્યા છે અને તેમના દ્વારા સત્તામાં વાપસી કરવા માટે બેતાબ છે. કોંગ્રેસે દલિત-જાટ કાર્ડ ખેલ્યું છે.

આ સિવાય અભય ચૌટાલાની આઈએનએલડી અને દુષ્યંત ચૌટાલાની જેજેપીની વચ્ચે બે જૂથોમાં વહેંચાયેલો ચૌટાલા પરિવાર પોતના રાજકીય વજૂદને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તો માયાવતીએ તમામ 90 બેઠકો પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. કેજરીવાલની આમ આદમી પાર્ટી અને યોગેન્દ્ર યાદવની સ્વરાજ ઈન્ડિયા પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં છે.

હરિયાણાનું રાજકીય સમીકરણ

હરિયાણામાં કુલ 90 વિધાનસભા બેઠકો છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 33.20 ટકા વોટની સાથે 47 બેઠકો જીતવામાં સફળતા મેળવી હતી અને સત્તાની કમાન પાર્ટીએ મનોહરલાલ ખટ્ટરને સોંપી હતી. જ્યારે કોંગ્રેસ 24.20 ટકા વોટ સાથે 17 બેઠકો, આઈએનએલડી 2.10 ટકા વોટ સાથે 19 બેઠકો, બીએસપી 4.40 ટકા વોટ સાથે એક બેઠક અને અકાલી દળે 0.60 ટકા વોટ સાથે એક બેઠક પર જીત મેળવી હતી. તો 10.60 ટકા વોટ સાથે પાંચ બેઠકો પર અપક્ષ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા હતા.

Exit mobile version