Site icon hindi.revoi.in

કોરોનાના કારણે હજયાત્રા બની અવરોધક- માત્ર સ્થાનિકોને હજની પરવાનગી-સોશ્યલ ડિસ્ટન્સિંગ સાથે મક્કામાં હજનો પ્રારંભ

Social Share

સમગ્ર વિશ્વના મુસ્લિમોના 4 ફિરકાઓ સાઉદી અરબના મક્કામાં હજ અર્થે એકઠા થતા હોય છે,બકરી ઈદના જીલહજ મહિનામાં મુસ્લિમ બિરાદરો દ્રારા મક્કા-મદિના ખાતે હજ કરવામાં આવતી હોય છે,આમ તો દર વર્ષે સમગ્ર વિશ્વના જુદા જુદા દેશોમાંથી અંદાજે 30 લાખ લોકો હજમાં જોડાય છે,પરંતુ વર્ષ 2020ની શરુઆતથી જ વિશ્વમાં કોરોનાનો કહેર વર્તાયો હતો જેને લઈને અનેક ધાર્મિક સ્થળો બંધ રાખવાની ફરજ પડી હતી તો કેટલાક ધાર્મિક સ્થળો પર મર્યાદીત સંખ્યામાં પ્રવેશ આપવાની શરુઆત કરવામાં આવી છે.

ઈસ્લામનું પવિત્ર યાત્રા ધામ સાઉદી અરબમાં પણ હજયાત્રા માટે માત્ર સ્થાનિક લોકોને જ પરવાનગી આપવામાં આવી છે,જેના કારણે ચાલુ વર્ષ દરમિયાન વિશ્વના જુદા-જુદા દેશોના મુસ્લિમ બિરાદરો હજ કરી શક્યા નથી,જીલહજ મહિનાની શરુઆતમાં મક્કા શહેરમાં લાખો મુસ્લિમો એકઠા થઈને હજની ફરજ અદા કરતા હોઈ છે.આ સાથે જ કાબા શરિફના તવાબ  સફા-મરવાના ચક્કર લગાવીને પુરા કરતા હોઈ છે

આ વરસે હજયાત્રા કોવિડ 19 ના કારણે અવરોધક બની છે,મળતી માહ્તી પ્રમાણે સાઉદી અરેબિયાએ વિદેશી લોકોની હજયાત્રાઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો,જો કે 14 દિવસ ક્વોરન્ટાઇનમાં રહીને બુધવારના રોજ મર્યાદીત સંખ્યામાં અનેક જુથોમાં માસ્ક પહેરીને તથા સોશ્યલ ડિસ્ટન્સીંગનું પાલન કરીને હજ કરતા લોકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,જે આ ચાલુ વર્ષની હજનો વીડિયો છે,આ વીડિયો પરથી કહી શકાય કે આ વર્ષ દરમિયાન ખુબ જ ઓછી સંખ્યામાં લોકો હજ માટે આવી રહ્યા છે,તેઓ તમામ નિયમોનું પાલન કરીને હજ,તવાબ અને સફા-મરવાના ચક્કર લગાવી રહ્યા છે.

આ વર્ષ દરમિયાન હજયાત્રીઓ માટે સાઉદી અરેબિયા દ્રારા કડક નિયમો અને પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગ ફરજિયાત હોવાની માહિતી જાહેર કરવામાં આવી છે, આ સાથે જ અમુક વર્ષના લોકોને જ હજ માટેની પરવાનગી આપવામાં આવી છે, જેમાં માત્ર વીસથી પચાસ વર્ષ ધરાવતા મુસ્લિમોને જ હજ માટેની પરવાનગી મળી છે,સાઉદી અરેબિયામાં આ વખતે માત્ર એક હજાર મુસ્લિમોની પસંદગી હજયાત્રા માટે કરવામાં આવી છે.આ સાથે જ લોકો પોતાની રુમની હોટલમાં જ ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે,સમૂહ ભોજન પણ  ટાળવામાં આવ્યું છે.દેરક લોકો પાતોની જવાબદારી સમજીને હજ કરે તે તમામ લોકો માટે હિતાવહ છે.

સાહીન-

Exit mobile version