- ગુજરાતી સિનેમા જગતના અભિનેતા અરવિંદ જોશીનું નિધન
- પરેશ રાવલે ટ્વિટ કરીને શોક વ્યકર્ત કર્યો
મુબંઈઃ-ગુજરાતી સિનેમા જગતમાં જેનું નામ મોખરે હતું તેવુ નામ એટલે અરવિદં જોશી કે જેમણે આ દુનિયાને અલવિદા કહ્યું છે, ગુજરાતી રંગમંચના જાણીતા કલાકાર અરવિંદ જોશીનું આજે વહેલી સવારે 84 વર્ષની વયે નિધન થયું છે. તેઓ એક્ટર શરમન જોશીના પિતા છે. ખૂબજ જાણતી નાટ્યકાર પ્રવીણ જોશીના તેઓ ભાઈ હતા.
દિગ્દર્શક અરવિંદ જોશીના નિધનથી ગુજરાતી સિનેમા જગતમાં શોકનો માહોલ જોવા મળ્યો છે, આ સમગ્ર મામલે ડીઆરડી એનાલસિસ્ટ કોમલ નાહટએ માહિતી આપી છે કે ‘અરવિંદનું મુંબઈ નાણાવટી હોસ્પિટલમાં નિધન થયું છે’.
તેમના નિધનને લઈને બોલીવૂડના અભિનેતા પરેશ રાવલે પણ શોક વ્યક્ત કર્યો છે અને તેને ભારતીય થિયેટર માટે મોટું નુકસાન જણાવ્યું છે. તેમણે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર એક ટ્વિટ કરીને લખ્યું છે કે, “ભારતીય થિયેટરને મોટું નુકસાન. ખૂબ જ દુ:ખ સાથે અમે જાણીતા અભિનેતા શ્રી અરવિંદ જોશીને અલવિદા કહીએ છીએ
ઉલ્લેખનીય છે કે, અરવિંદ જોશી ગુજરાતી થિયેટરના જાણીતા કલાકાર રહી ચૂક્યા છે. અરવિંદના લગ્ન ફિલ્મ અભિનેતા પ્રેમ ચોપરાની પુત્રીથી પ્રેરિત હતા.તેમનો પુત્ર શરમન જોશી એક જાણીતો બોલીવૂડ કલાકાર છે,
દિગ્ગજ કલાકાર એરવિંદ જોશીના કાર્યની વાત કરીએ તો અરવિંદ જોશી રંગભૂમિના દિગ્ગજ કલાકાર હતા.એક સારા નિર્માતા, લેખક, દિગ્દર્શક તરીકે પણ કતાર્યરત રહી ચૂક્યા છે. અરવિંદ જોશીએ 1975માં આવેલી શોલેમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યુ હતુ, આ સાથએ જ ફિલ્મ ઈત્તેફાક અને અપમાન કી આગમાં પણ તેમણે સારુ કામ કર્યું હતુ.
સાહિન-