Site icon hindi.revoi.in

ગુજરાત યૂનિવર્સિટીના વિદ્યાર્થીઓને આદેશઃ’ભૂલ’ કરશો તો ‘વૃક્ષો’ રોપવા પડશે

Social Share

ગુજરાત યૂનિવર્સિટીના પ્રશાસનની અનોખી પહેલ,ભૂલ કરવા પર વિદ્યાર્થીઓને વૃક્ષો વાવવાની સજા મળશે.હાઆ વાત તદ્દન સાચી છે,પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને શાળાઓ અને કોલેજોમાં વધુમાં વધુ વૃક્ષારોપણ કરવા અનુરોધ કરવામાં આવી રહ્યો છે. આ વાતને ધ્યાનમાં લઈને ઘણી શાળાઓ અને કોલેજો એ પહેલ કરી રહી છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને સજા તરીકે વૃક્ષોના રોપાઓ રોપવાની પહેલ શરૂ કરી છે. ખરેખર હવે જે વિદ્યાર્થીઓ ભૂલ કરે તેણે તેની સજામાં વૃક્ષોના રોપા રોપવા પડેશે.

પ્રોફેસર એમ.પટેલ કહે છે, “વિદ્યાર્થીઓ ઘણી વાર ભૂલો કરે છે, જેના કારણે વિદ્યાર્થીઓને જુદા જુદા કારણોસર સજા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, અમે વિચાર્યું કે  વિદ્યાર્થીઓને એવી રીતે સજા  કરવી જોઈએ કે જેનાથી  પર્યાવરણને ફાયદો થાય છે. તેથી અમે સજા તરીકે  વિદ્યાર્થીઓને રોપા રોપવાનું કામ સોંપ્યું છે

તમને જણાવી દઈએ કે, અગાઉ દિલ્હી યુનિવર્સિટી  અને ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીએ પણ રોપાઓ રોપવાની એક અનોખી શરત રાખી  હતી. તેમણે કહ્યું હતું કે પ્રવેશ લેનારાઓ એ પ્રથમ વર્ષમાં 10 જેટલા રોપા રોપવા પડશે અને આ નવા પ્રવેશ લેનારા તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે.

ત્યારે ક બીજી વાત કરીયે બિહારની,બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મધુબની પ્રખંડની એક શાળા બાળકોને માત્ર પુસ્તકીયુ જ્ઞાન જ નથી આપતી પરંતુ પુસ્તકની સાથે સાથે પર્યાવરણીય પાઠ પણ ભણાવી રહી છે. અહીં નોંધાયેલા વિદ્યાર્થીઓએ શાળામાં તેમના વર્ગમાં પ્રવેશતા પહેલા શાળાના પરિસરમાં છોડ લગાવવો પડશે. આ નિયમ શિક્ષકો માટે પણ લાગુ છે. જો શિક્ષકો પણ બદલી થયા પછી અહીં આવે છે, તો તેઓએ પહેલા શાળાના પરિસરમાં રોપા રોપવા પડશે.

Exit mobile version