નવી દિલ્હી: ગુજરાત રાજ્યસભા ચૂંટણીના મામલામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આમા ઈલેક્શન પિટીશન જેવી કોઈ વાત દેખાતી નથી. આ રિટ નથી. માટે અનુચ્છેદ-32ની નીચે આવે છે. સુનાવણી દરમિયાન કોર્ટ જોશે કે બેઠક કેવી રીતે ખાલી થઈ ? કેજ્યુઅલ વેકન્સી છે અથવા રેગ્યુલર.
સોમવાર સુધીમાં ચૂંટણી પંચ અરજીમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર જાહેર કોર્ટ નોટિસનો જવાબ દાખલ કરશે અને મંગળવારે આગામી સુનાવણી થશે. ગુજરાત કોંગ્રેસના નેતા અને વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને બે બેઠકો માટે જાહેર કરવામાં આવેલા ચૂંટણી પંચના નોટિફિકેશનને પડકાર્યું છે. તેમણે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા ખાલી કરવામાં આવેલી બેઠકો પર એકસાથે ચૂંટણી કરાવવાની માગણી કરી છે. તેમણે અરજીમાં કહ્યુ છે કે એક જ દિવસે બંને બેઠકો પર અલગ-અલગ ચૂંટણી કરાવવી ગેરબંધારણીય અને બંધારણની ભાવનાની વિરુદ્ધ છે. ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી થયેલી બે બેઠકો પર પણ પાંચમી જુલાઈએ ચૂંટણી થશે.
ચૂંટણી પંચના નોટિફિકેશ પ્રમાણે, અમિત શાહને લોકસભા ચૂંટણી જીતવાનું પ્રમાણપત્ર 23મી મેના રોજ મળ્યું હતું. જ્યારે સ્મૃતિ ઈરાનીને 24 મેના રોજ જીતનું પ્રમાણપત્ર મળ્યું હતું. આમ બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર થઈ ગયું. તેના આદારે ચૂંટણી પંચે રાજ્યની બંને બેઠકોને અલગ-અલગ માની છે. પરંતુ ચૂંટણી એક જ દિવસે થશે.આમ થવાથી હવે બંને બેઠકો પર ભાજપને જીત મળી જશે, કારણ કે ત્યાં પ્રથમ પ્રાથમિક વોટ નવેસરથી નિર્ધારીત થશે.
એક સાથે ચૂંટણી થાય તો કોંગ્રેસને એક બેઠક મળી જાય. સંખ્યાબળના હિસાબથી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 61 વોટ મળવા જોઈએ. એક જ બેલેટ પર ચૂંટણીથી ઉમેદવાર એક જ વોટ નાખી શકશે. આવી સ્થિતિમાં કોંગ્રેસ એક બેઠક આસાનીથી જીતી શકશે, કારણ કે તેની પાસે 71 ધારાસભ્યો છે. પરંતુ ચૂંટણી પંચના નોટિફિકેશન પ્રમાણે, ધારાસભ્ય અલગ-અલગ વોટ કરશે. તેવામાં તેમને બે વખત વોટિંગ કરવાનો મોકો મળશે. આ પ્રકારે ભાજપના ધારાસભ્ય, તેમની સંખ્યા 100થી વધારે છે, તેઓ બે વખત વોટ કરીને બંને ઉમેદવારોને જીતાડી શકે છે.