- આ એક્ટમાં કોઈ પણ બદલાવ કરી શકે નહીઃગડકરી
- અત્યાસ સુધી કોઈ પણ રાજ્યએ આવું નથી કર્યુઃગડકરી
- ગુજરાત સરકારે દંડની રકમમાં સુધારા કર્યો
- રાજ્ય સરકાર દ્વારા દંડની રકમમાં ઘટાડો કરાયો
- ગડકરી પહેલા પણ ટ્રાફિક ચલણ વધારવાના નિર્ણયનો બચાવ કરી ચૂક્યા છે
દેશભરમાં મોટર વ્હીકલના નવા નિયમોમાં ભારે દંડની વસુલીના કરાણે લોકોમાં નારાજગી જોવા મળી હતી જેને લઈને રાજ્ય સરકારે આ વિષય પર થોડી રાહત આપવાનું વિચાર્યુ અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ આ દંડની રકમમાં ઘટાડો કર્યો. ત્યારે આ વાતને લઈને કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે,’મોટર વ્હીકલ સંશોધન બિલમાં કોઈ પણ રાજ્ય બદલાવ કરી શકે નહી’ તેમણે વધુમાં કહ્યું કે ,”મે રાજ્ય પાસેથી માહિતી મેળવી છે,અત્યાર સુધી કોઈ પણ એવું રાજ્ય નથી કે જેણે કહ્યું હોય કે, અમે આ એક્ટ લાગુ નહી કરીયે,કોઈ પણ રાજ્ય નિયમની બહાર નહી જઈ શકે”.
ગડકરીએ કહ્યું કે,મારુ પણ ચલણ કાપવામાં આવ્યું છે
ગડકરી આ પહેલા પણ ટ્રાફિક ચલણ વધારવાના નિર્ણયનો બચાવ કરી ચૂક્યા છે,તેમણે સાફ શબ્દોમાં કહ્યું હતું કે,સરકારે ટ્રાફિક નિયમોના ઉલ્લધંન માટે દંડની રકમ વધારવાના નિર્ણય ખીસ્સા ભરવા માટે નહી પરંતુ લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા પ્રેરીત કરવા માટે અને રસ્તાઓને સુરક્ષિત બનાવવા માટેના ઈરાદાથી કર્યો છે.તેમણે કહ્યું કે ઑવર સ્પીડના ચક્કરમાં મારી ગાડીનું પણ એક વાર ચલણ કાપવામાં આવ્યું છે
રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક દંડની રકમ ઘટાડવાનું એલાન
ઉલ્લેખનીય છે કે સરકારે મંગળવારના રોજ દેડની રકમ ઘટાડવાનો નિર્ણય લીધો હતો, રાજ્ય સરકારે ખાસ રીતે ટુ-વ્હીલર અને ખેતી ઉત્પાદનમાં લાગેલા વાહનો માટે આ છૂટ આપી છે,ગુજરાતના સીએમ રુપાણીએ એક પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી જેમાં તેમણે જણાવ્યું કે, અમે આ નિયમોની ધારા 50માં સુધારો કર્યો છે,જેમાં અમ દંડની રકમમાં ઘટાડો કર્યો છે.
નવા નિયમો મુજબ હેલ્મેટ ન હપેરવા પર દંડની રકમ 1000 રુપિયાના બદલે 500 કરવામાં આવી છે ત્યારે સીટ બેલ્ટ ન લગાવવાના દંડની રકમ 1000 રુપિયાના બદલે 500 કરવામાં આવી છે. આ સિવાય નવા નિયમ હેઠળ ડ્રાઇવિંગ લાઇસન્સ વિના ડ્રાઇવિંગ કરવા પર 5000 રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે, જ્યારે ગુજરાતમાં ટુ વ્હીલર વાહન ચાલકોને 2000 હજાર રૂપિયાનો દંડ ભરવાનો રહેશે અને બાકીના વાહનને 3000 હજાર દંડ ભરવાનો રહેશે.
મળશે.