Site icon hindi.revoi.in

ગુજરાતના માછીમારોનું પાકિસ્તાન દ્વારા અપહરણ –  3 બોટ સહિત 18 માછીમારો પાકિસ્તાનના કબ્જામાં

Social Share

ગજરાતમાં 1600 કિમી લાંબો દરિયાઈ વિસ્તાર આવેલો છે, માછીમારો દ્રારા માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવવામાં આવતું હોય છે પરંતુ દરિયામાં જતી બોટો ક્યારેક પાણીમાં ગરકાવ થઈ જતી હોય છે તો ક્યારેક પાકિસ્તાન જેવા દેશો બોટ સહિત માછીમારોનું અપહરણ કરી લેતા હોય તેવી અનેક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ફરી એકવાર પાકિસ્તાન દ્રારા આવું જ કંઈક કૃત્ય કરવામાં આવ્યું છે.

પાકિસ્તાન હંમેશાથી ભારતનું ખરાબ ઈચ્છતું આવ્યું છે, ઉલ્લેખનીય છે કે તે એક દુશ્મન દેશ છે,પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતની માછીમારી કરવા ગયેલી 3 બોટનું અપહરણ કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ગુજરાતી માછીમારો જખૌ નજીક દરિયામાં બોટ લીને માછીમારી કરવા ગયા હતા. જેમામં 18 જેટલા માછીમારો સવાર હતા. માછીમારી કરતા સમયે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ માછીમારો સહિત બોટનું અપહરણ કરવામાં આવ્યું હતું.

મળતી વિતગ અનુસાર આજ રોજ સોમવારના દિવસે ગુજરાતના પોરબંદરની એક બોટ અને ઓખાની બે બોટોમાં કુલ 18 જેટલા માછીમારો જખૌ પાસે માછીમારી કરવા ગયા હતા તે જ સમયે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની ટીમ આવી પહોંચી હતી અવે માછીમારી કરી રહેલા 18 ગુજરાતીઓને કબ્જે કર્યા હતા, આ લોકોનું અપહરણ થતા માછીમાર સમાજમાં ડરનો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે,

સાહિન-

Exit mobile version