Site icon hindi.revoi.in

રાજ્યોને વળતર આપવા માટે જીએસટી કાઉન્સિલ આજે ફરી બેઠક કરશે.

Social Share

અમદાવાદ: જીએસટી કાઉન્સિલ રાજ્યોના વળતરના મુદ્દે આજે ફરી બેઠક કરવા જઈ રહ્યું છે.એવું માનવામાં આવી રહ્યું છે કે, રેવેન્યુ શોર્ટફોલને લઈને ચાલી રહેલ મથામણ પર આજની બેઠકમાં કોઈ પરિણામ આવે. રેવેન્યુની ભરપાઈને લઈને કેન્દ્ર સરકારે રાજ્યોને બે વિકલ્પ આપ્યા છે. પરંતુ બિન – ભાજપ શાસિત રાજ્યોએ કેન્દ્ર સરકારથી નારાજગી વ્યક્ત કરી છે. એવી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે કે રાજ્યો આજની બેઠકમાં હંગામો મચાવી શકે છે અને તેઓ વોટીંગની માંગ કરી શકે છે.

આ વિકલ્પનો થઇ રહ્યો છે વિરોધ

બિન – બીજેપી શાસિત રાજ્ય જે વાતનો વિરોધ કરી રહ્યા છે, તે રેવેન્યુના શોર્ટફોલ પર ઉધાર લેવાની સંમતિ છે. ખરેખર, કેન્દ્ર 21 રાજ્યોને 97 હજાર કરોડ ઉધાર આપવાના મુદ્દે સંમત છે, પરંતુ આ મુદ્દા પર બિન – બીજેપી શાસિત પ્રદેશ અસંમત છે. જે રાજ્યો સૌથી વધુ વિરોધ કરી રહ્યા છે તેમાં પશ્ચિમ બંગાળ, દિલ્હી, કેરળ, તેલંગાણા, છત્તીસગઢ અને તમિલનાડુનો સમાવેશ થાય છે. આ રાજ્યો ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર ઉધાર લઈને રેવેન્યુ શોર્ટફોલની ભરપાઇ કરે.

42મી બેઠકમાં પણ ન હતો લેવાયો નિર્ણય

જીએસટીની 41 મી બેઠકમાં આશા હતી કે, કઈક વાત બનશે, પરંતુ તેને 42 મી બેઠક માટે રાજ્યો ઉપર નિર્ણય લેવાનું છોડી દીધું હતું, તો બીજી તરફ જીએસટી કાઉન્સિલની 42મી બેઠક માં પણ કઈ ખાસ સામે આવ્યું ન હતું. એવું માનવામાં આવી રહ્યું છે કે આજની બેઠકમાં કોઈ સમાધાન સામે આવે.

રાતો રાત આપવામાં આવ્યા હતા 20,000 કરોડ રૂપિયા

કેન્દ્ર સરકારે રાજ્યોને રાતોરાત 20,000 કરોડની રકમનું વિતરણ કર્યું હતું. જે એક વર્ષ માટે બાકી હતું. તો બીજી તરફ કારોબારીયોને પણ થોડી રાહત આપવામાં આવી હતી. પરંતુ અસલ મુદ્દો એ હતો કે, રાજ્યોના જીએસટી વળતરને કેવી રીતે પૂર્ણ કરવું. આ અંગે કંઇ પણ નક્કર કઈ સામે આવ્યું ન હતું અને બેઠક મોકૂફ રાખવામાં આવી હતી.

_Devanshi

Exit mobile version