નવી દિલ્હી: કેન્દ્રમાં સતત બીજી ટર્મ માટે મોદી સરકાર બન્યા બાદ આ વખતે પહેલી જીએસટી કાઉન્સિલની બેઠક થવા જઈ રહી છે. 21 જૂન એટલે કે શુક્રવારે થનારી આ 35મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મહેસૂલ વધારવા અને કરચોરી રોકવા પર વધારે ફોકસ રહેશે. આના સિવાય રાષ્ટ્રીય નફાખોરી વિરોધી ઓથોરિટાનો કાર્યકાળ પણ 30 નવેમ્બર-2020 સુધી વધારવા પર મ્હોર લાગે તેવી શક્યતા છે.
જીએસટી કાઉન્સિલ એક્સ્ટ્રા ન્યૂટ્રલ આલ્કોહોલ પર જીએસટી લગાવવાના પ્રસ્તાવ પર ચર્ચા પણ કરે તેવી શક્યતા છે. જીએસટી કાઉન્સિલની બેઠકની સાથે રાજ્યોના નાણાં પ્રધાનોની સાથે બજેટ પહેલા પરામર્શ બેઠક પણ થશે. જેમાં રાજ્યોના નાણાં પ્રધાનો પોતપોતાના સૂચનો અને માગણીઓ રજૂ કરશે. નીચે આપવામાં આવેલા મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
કર મહેસૂલ વધારવાની સાથે કરચોરી રોકવા સંબંધિત ઘણાં પ્રસ્તાવો પર ચર્ચાની શક્યતા છે. વાર્ષિક 12 લાખ કરોડના ટાર્ગેટને વધારવો.
જો કે મે માસમાં જીએસટી કલેક્શનમાં 6.67 ટકાના વધારા સાથે 100289 કરોડ રૂપિયા થયા હતા.
એપ્રિલમાં થયેલા ઓલ ટાઈમ હાઈ 113865 લાખ કરોડ રૂપિયા ટેક્સ કલેક્શનથી ઘટયા હતા.
રાષ્ટ્રીય નફાખોરી રોધક ઓથોરિટી એટલે કે એનએએનો કાર્યકાળ પણ 30 નવેમ્બર-2020 સુધી વધારવા પર મ્હોર લગાવાય તેવી શક્યતા છે.
ઈલેક્ટ્રિક વ્હીકલના વેચાણને પ્રોત્સાહન આપવા માટે જીએસટી દરમાં ઘટાડા પર ચર્ચા અને નિર્ણયની શક્યતા છે.
12 ટકાથી ઘટાડીને પાંચ ટકા જીએસટી દર કરવામાં આવે તેવી ચર્ચા અથવા નિર્ણયની શક્યતા છે.
તેના કારણે ઈ-સ્કૂટર પાંચ હજાર રૂપિયા અને ઈ-કાર 10 લાખ રૂપિયા સુધી સસ્તી થઈ જશે.
ઘણાં ઉત્પાદનો પર લગાવવામાં આવેલા 28 ટકાના જીએસટી દરમાં પરિવર્તનની શક્યતા છે.
32 ઈંચથી વધારે મોટા ટીવી, એસી અને રેફ્રિજરેટર પર જીએસટી દર 28 ટકાથી ઓછા કરવા બાબતે ચર્ચાની શક્યતા છે.
વાહન ઉપકરણો પર લાગનારા જીએસટી દર 28 ટકાથી ઓછો કરવા બાબતે પણ ચર્ચાની શક્યતા છે.
ત્યારે એક હજાર રૂપિયાથી વધારે કિંમત ધરાવતા જોડાં-ચપ્પલ પર લાગનારા જીએસટી દરના 18 ટકાથી ઘટીને 12 ટકા કરવાની ચર્ચાની શક્યતા છે. એક હજાર રૂપિયાથી નીચેના જોડાં-ચપ્પલ પર હાલ પાંચ ટકા જીએસટી લાગે છે. લોટરી પર લાગનારા જીએસટી પર પણ કાઉન્સિલની બેઠખમાં ચર્ચા થવાની શક્યતા છે, જો કે તેના પર નિર્ણયની સંભાવના ઘણી ઓછી છે… કારણ કે લોટરી પર બનેલી જીઓએમમાં પણ લોટરી પર એક જીએસટી દર લગાવવા પર સંમતિ બની નથી.