Site icon hindi.revoi.in

‘ગ્રીન વેજીટેબલ સેન્ડવિચ’ – વેજીસથી ભરપુર અને 10 મિનિટમાં રેડી

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

સાહીન મુલતાની-

સામગ્રી

સેન્ડવિચ બનાવવાની રીત – સૌ પ્રથમ બાફેલા બટાકાની ગોળ સ્લાઈસ કાપી લો, આ સાથે જ ગાજર, કાકડી, ટામેટું, બીટ અને ડુંગરીની પણ ગોળ ગોળ સ્લાઈસ કાપીલો, હવે આ દરેક વેજીટેબલ્સની સ્લાઈસને એક બાઉલમાં લો. હવે બ્રેડની ચારે બાજુની કોરને કાઢી લો, હવે બ્રેડની એક સ્લાઈસ પર બરાબર બટર સ્પ્રેડ કરો, ત્યાર બાદ તેના પર ગ્રીન ચટણી બરાબર લગાવી લો ,હવે તેના પર દરેક વેજીટેબલ્સની સ્લાઈસને એક એક કરીને ગોઠવી લો અને તેના પર ચાટ મસાલો સ્પ્રેડ કરીલો, હવે બીજી બ્રેડની સ્લાઈસ પર પણ બટર અને ચટણી લગાવીને આ વેજીસ ઉપર મૂકીને કવર કરીલો દો. હવે બન્ને હાથ વડે આ સેન્ડિવચને બરાબર દબાવી લો, હવે ચપ્પુ વડે આ સેન્ડિવચના ચાર ભાગ કરીલો તૈયાર છે તમારી વેજીસથી ભરપુર ગ્રીન સેન્ડવિચ.

Exit mobile version