Site icon Revoi.in

જુઓ-એરફોર્સ દિવસે જવાનોનું શાનદાર પ્રદર્શન,જેનાથી દુશ્મનના પણ ઉડી જાય છે હોંશ

Social Share

આસમાની રંગ વચ્ચે આકાશમાં હિન્દુસ્તાનની વાયુસેનાની  હુંકાર,મંગળવારના રોજ 87મા વાયુસેના દિવસ પર ગાઝિયાબાદના હિંડન એરબેઝ પર વાયુસેના દિવસનો જશ્ન મનાવવામાં આવ્યો,આ એરફોર્સની તાકાત જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા આકાશમાં કરતબ દેખાડતું મિગ-21 વિમાન હોય, કે પછી બાલાકોટમાં બોમ્બ ફેંકનારું મિરાજ-2000 લડાકુ વિમાન,પરંતુ તેનો અવાજ એટલો દમદાર હોય છે ,કે તેની  તાકાત જોઈને તમે વાયુસેનાને સલામ કરશો,અને તેના પર ગર્વ અનુભવશો.

વાયુસેનાના આ જોશથી દુશ્મનોએ સમજી જવું જોઈએ કે જો કોઈ ભુલ કરી છે, અથવા તો ભારત પર નજર પણ ઉઠાવીને જોયું તો ખેર નથી,ભારતની વાયુસેના દુશ્મનોના દરેક મનસુબાને નાકામ કરી દેશે,વાયુસેનાના  દિવસે લડાકુ વિમાને પોતાની તાકાત પ્રદર્શન કરી છે.

      વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને મિગ-21મા ઉડાનભરી અને કેટલાક કરતબ બતાવ્યા


   બાલાકોટ એરસ્ટ્રાઈકમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમે વાયુસેનાના દિવસ પર પોતાના તાકાત બતાવી, બાલાકોટમાં જે મિરાજ-2000નો પયોગ થયો હતો,જે પાયલટોએ ઉડાન ભરી હતી તેઓએ ફરીઆજે આ ખાસ અવસર પર ઉડાન ભરી છે