Site icon Revoi.in

ગુજરાતમાં GPSC વર્ગ-1 અને 2ની પરીક્ષા યોજાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ અમદાવાદ સહિત આઠ શહેરોમાં શાળા-કોલેજમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કરીને ઓનલાઈન એજ્યુકેશન શરૂ કરવામાં આવ્યું છે. તેમજ આ શહેરોમાં ધો-9થી 12ની પ્રથમ કસોટીની પરીક્ષા ઓનલાઈન લેવાનો નિર્ણય કર્યો છે. જ્યારે કોલેજની પરીક્ષાઓ હાલ મોકુલ રાખીને 10મી એપ્રિલ પછી લેવામાં આવશે. જો કે, સરકારી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવશે. GPSC વર્ગ-1 અને 2ની પરીક્ષા તા. 21મી માર્ચના રોજ યોજવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાક ગુજરાતમાં જીપીએસસીની વર્ગ-1 અને 2ની પરીક્ષાઓ રાબેતા મુજબ કોરોના ગાઈડલાઈન અનુસાર લેવામાં આવશે. રાજ્યના 32 જિલ્લાના 838 સેન્ટરો ઉપર લેવાનારી આ પરીક્ષામાં 2.15 લાખથી વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. 838 જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર 9005 વર્ગમાં પરીક્ષા યોજાશે. બીજી તરફ સરકારી ભરતી માટે ઉમેદવારો પણ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યાં છે. તંત્ર દ્વારા કોરોના મહામારી વચ્ચે યોજાનારી આ પરીક્ષાને લઈને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.