Site icon hindi.revoi.in

ધ હિંદુ, ધ ટેલિગ્રાફ, TOIને સરકારી જાહેરાતો કરાઈ બંધ

Social Share

ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે મોદી સરકારે ત્રણ મોટા મીડિયા જૂથોના અખબારોને સરકારી જાહેરાતો આપવાનું બંધ કર્યું છે. આ યાદીમાં રફાલ પર પીએમઓના હસ્તક્ષેપનો દાવો કરનારા ધ હિંદુ અખબારનો પણ સમાવેશ થાય છે.

આ ત્રણેય મીડિયા જૂથોને જાહેરાતો બંધ કરવાની કાર્યવાહી ભાજપના સત્તામાં પાછા ફર્યા બાદ કરવામાં આવી છે. જે અખબારોના વિજ્ઞાપનો રોકવામાં આવ્યા છે, તેમની રીડરશિપ 2.6 કરોડથી વધારે છે. બેનેટ કોલમેન કંપનીના અખબાર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અને ધ ઈકોનોમિક ટાઈમ્સ જેવા મોટા અખબારોના રિપોર્ટિંગથી નાખુશ થઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે, તેવું આ કંપનીના એક એક્ઝિક્યૂટિવને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે. ટાઈમ્સ ગ્રુપને 15 ટકા જાહેરાત સરકાર તરફથી જ આપવામાં આવે છે, જે સરકારી ટેન્ડર અને લોકો માટે સરાકરી સ્કીમની એડ હોય છે.

એબીપી ગ્રુપના અખબાર ધ ટ્રેલિગ્રાફને પણ લગભગ 15 ટકા જાહેરાતો સરકાર તરફથી જ મળે છે. પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા, બેરોજગારીના જેવા મુદ્દા પર અહેવાલ કરનારા આ અખબારને પણ ગત છ માસથી સરકારી જાહેરાતો મળી રહી નથી. એબીપીના એક સત્તાવાર વ્યક્તિને ટાંકીને મીડિયા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો તમે સરકારની હામાં હા નથી મિલાવતા અને તમારા તંત્રીલેખમાં સરાકરની વિરુદ્ધ લખો છો, તો જાહેરાત નહીં મળવાના સ્વરૂપે તમારે ભરપાઈ કરવી પડશે. તો એબીપીના અન્ય એક શખ્સને ટાંકીને અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સરકાર તરફથી કોઈ વાતચીત કરવામાં આવી નથી અને ખાલી સ્પેસ માટે કંપની કોઈ તરકીબ અપનાવવાની કોશિશમાં છે.

ધ હિંદુ અખબારની સાથે પણ કંઈક આવું જ થયું છે. કંપનીના એક અધિકારી પ્રમાણે, રફાલ જેટની ખરીદી સાથે જોડાયેલા અહેવાલ પ્રકાશિત કર્યા બાદ ધ હિંદુ અખબારને મળનારી સરકારી જાહેરાતોમાં ઘટાડો થયો છે.

Exit mobile version