Site icon hindi.revoi.in

સરકારે વેધર ફોરકાસ્ટ એપ મોસમ લોન્ચ કર્યું

Social Share

દેશમાં કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને કેટલાક રાજ્યોમાંપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, આવા સમયમાં જો લોકેને વાતાવરણમાં આવનારા પલટા વિશે કે વાતાવરણની વધારે જાણકારી મળી રહે તે માટે સરકારે વેધર એપ Mausam લોન્ચ કરી છે.  આ એપ્લિકેશનને એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ બંને ઉપયોગ કરી શકશે અને આ એપ્લિકેશનથી દેશના લગભગ તમામ શહેરોની હવામાનની આગાહી અને જાણકારી મેળવી શકાશે.

જો કે સારી વાત એ છે કે આ એપ્લિકેશન દ્વારા લોકો હવામાન, તાપમાન, વરસાદ, પવનની ગતિ, હવાની ભેજ સહિતની અન્ય ઘણી માહિતી મેળવી શકશે. તે દિવસમાં આઠ વખત અપડેટ થશે. હાલમાં આ એપમાં 200 શહેરોની હવામાન માહિતી ઉપલબ્ધ થશે, પરંતુ આગામી સાત દિવસમાં ભારતના લગભગ 450 શહેરોની હવામાન આગાહી આ એપ દ્વારા મેળવી શકાશે.

ખરાબ હવામાનની સ્થિતિમાં આ એપ્લિકેશન લગભગ 800 સ્ટેશનો પહેલાં લોકોને તેના વિશે આગાહ કરશે. તેમજ જો હવામાન જોખમી હોય તો ચેતવણી પણ આપવામાં આવશે. જેમાં હવામાનને લગતા કલર કોડ ચેતવણીઓ (લાલ, નારંગી અને પીળો) તમામ જિલ્લાઓને દિવસમાં બે વાર જારી કરવામાં આવશે.

એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમે સનશાઇન, સનસેટ, મૂનરાઇઝ, મૂન સેટની ટાઈમિંગ સાથે વીકલી ફોરકાસ્ટ, રડાર ડીટેલ્સ વગેરે જોઈ શકશો, જે યુઝર્સ માટે ઉપયોગી થઈ શકે છે. આ એપ્લિકેશન Google Play Store અને Apple App Store પર ડાઉનલોડ કરવા માટે મફતમાં ઉપલબ્ધ છે.

_Devanshi

Exit mobile version